World Cup 2023 : ICCએ બાંગ્લાદેશ ટીમને ફટકાર્યો દંડ, કેપ્ટન શાકિબ અલ હસને ભૂલ સ્વીકારી

ઇંગ્લેન્ડ સામે બાંગ્લાદેશને 137 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ICCએ બાંગ્લાદેશ ટીમને ફટકાર્યો દંડ, કેપ્ટન શાકિબ અલ હસને ભૂલ સ્વીકારી 1 - image
Image:File Photo

World Cup 2023 : ધર્મશાલામાં ગઈકાલે રમાયેલી ODI World Cup 2023ની 7મી મેચમાં બાંગ્લાદેશ(ENG vs BAN)ની ટીમને ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માંથી બહાર થઈ ગઈ હતી. હારની સાથે ICCએ ટીમને દંડ પણ ફટકાર્યો છે. આ રીતે શાકિબ અલ હસનની કેપ્ટનશીપવાળી ટીમને બે વખત ફટકો પડ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ માટે બાંગ્લાદેશની ટીમને દંડ ફટકાર્યો છે.

શાકિબ અલ હસને ટીમનો ગુનો સ્વીકાર્યો

ICC Men's Cricket World Cup 2023ની લીગ મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડ સામે સ્લો ઓવર રેટ જાળવવા બદલ બાંગ્લાદેશની ટીમને તેની મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવ્યો છે. ICC એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે શાકિબ અલ હસનની ટીમને સમયસર 50 ઓવર ન નાખવા બદલ સજા કરી હતી. બાંગ્લાદેશની ટીમે એક ઓવર મોડી કરી હતી. ICCના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે બનાવવામાં આવેલા કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.2 મુજબ ટીમના દરેક ખેલાડીને એક ઓવરમાં વિલંબ કરવા બદલ મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવે છે. શાકિબ અલ હસને ટીમનો ગુનો સ્વીકાર્યો અને સૂચિત સજા પણ સ્વીકારી હતી. તેથી આ અંગે કોઈ સુનાવણી થશે નહીં.

શ્રીલંકાને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો

ફિલ્ડ અમ્પાયર અહેસાન રઝા અને પોલ વિલ્સન, થર્ડ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક અને ચોથા અમ્પાયર કુમાર ધર્મસેનાએ ટીમ પર આ આરોપ લગાવ્યો હતો. આ પહેલા ODI World Cup 2023માં શ્રીલંકાની ટીમને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. શ્રીલંકાને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા સામે બે ઓવર મોડી ફેંકી હતી.

World Cup 2023 : ICCએ બાંગ્લાદેશ ટીમને ફટકાર્યો દંડ, કેપ્ટન શાકિબ અલ હસને ભૂલ સ્વીકારી 2 - image


Google NewsGoogle News