T20 વર્લ્ડ કપમાં સુપર-8ની અંતિમ ટીમ પણ નક્કી થઈ ગઈ, નેપાળ સામે જીતીને આ ટીમે રચ્યો ઈતિહાસ
Image : IANS |
T20 World cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં હવે સુપર-8ની અંતિમ ટીમ પણ નક્કી થઈ ગઈ છે. T-20 વર્લ્ડ કપની 37મી મેચમાં બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે.
બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવ્યું
કિંગસ્ટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં નેપાળે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 19.3 ઓવરમાં 106 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં નેપાળ 19.2 ઓવરમાં 85 રન જ બનાવી શકી હતી. આ સાથે જ નેપાળને 21 રને હરાવીને બાંગ્લાદેશની ટીમે સુપર-8માં જગ્યા પાકી કરી લીધી છે. બાંગ્લાદેશની ટીમ સુપર-8ના ગ્રુપ Aમાં હશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો પણ સામેલ છે.
સુપર-8ની અંતિમ ટીમ પણ નક્કી થઈ ગઈ
નેપાળ સામે બાંગ્લાદેશની જીત સાથે, T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની અંતિમ ટીમ પણ નક્કી થઈ ગઈ હતી. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવ્યું. જીતની આ સ્ક્રિપ્ટ લખતી વખતે બાંગ્લાદેશની ટીમે પણ નવો ઈતિહાસ રચ્યો હતો. તેઓ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી નાના સ્કોરનો બચાવ કરનારી ટીમ બની હતી. ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્રવેશ કર્યો છે. જ્યારે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી જગ્યા બનાવી છે. અને ગ્રુપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સુપર-8માં ક્વોલિફાય થયા છે.