મર્ડર કેસમાં આવ્યું દિગ્ગજ ક્રિકેટરનું નામ! બોર્ડના પ્રેસિડન્ટની પણ સંડોવણીના સમાચારથી સન્નાટો
Shakib al Hasan: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વડાપ્રધાન વિરુદ્ધ પ્રદર્શનો થવા, લોકો પર હુમલા અને સેંકડો લોકોના મોત થવા, વડાંપ્રધાનનું દેશ છોડી જવું અને વચગાળાની સરકારનું નિર્માણ થવું, આ તમામ ઘટનાઓ એક જ મહિનાના ગાળામાં બની ગઈ છે. આ દરમિયાન ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂકેલા સિનિયર ખેલાડી પણ હવે એક મોટી સમસ્યામાં મુકાય શકે છે.
આ ક્રિકેટર છે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન. શાકિબનું નામ એક હત્યા કેસમાં સામેલ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. 37 વર્ષીય ઓલરાઉન્ડર સામે રૂબેલ ઇસ્લામની હત્યાના કેસમાં સંડોવણી અંગેની ફરિયાદ મૃતકના પિતા રફીકુલ ઇસ્લામ દ્વારા કરવામાં આવી છે.
શાકિબ હાલ બાંગ્લાદેશ માટે પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝમાં રમી રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલને 12 મહિના જેટલો સમય બાકી છે અને બંને ટીમો માટે આ ટેસ્ટ સિરીઝ પણ ખૂબ મહત્વની છે. 2023ની જેમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરીથી ફાઇનલ રમાય તેવી શક્યતાઓ વધારે છે. કારણ કે બંને ટોપ પર રહેલી ટીમો છે પરંતુ હજુ ઘણી બધી શક્યતાઓ છે અને બીજી ટીમો માટે પણ ફાઇનલમાં પહોંચવાની ઘણી તકૉ છે.
સમાચાર પ્રમાણે શાકિબ અલ હસન સિવાય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ નજમૂલ હસન હસન પણ 156 નામની યાદીમાં સામેલ છે.
ઉપરોક્ત ત્રણ ઉપરાંત નામાંકિત કેટલાક શંકાસ્પદોની યાદી અહીં છે:
શેખ રેહાના
ઝુનૈદ અહેમદ પલક (ભૂતપૂર્વ રાજ્ય મંત્રી)
સૈયદ સૈયદુલ હક સુમન (ભૂતપૂર્વ સાંસદ)
ફરદૌસ અહેમદ (ફિલ્મ અભિનેતા)
અબ્દુલ્લા અલ મામુન (ભૂતપૂર્વ આઈજીપી ચૌધરી)
હારુન-ઓર-રશીદ (ભૂતપૂર્વ RAB ડીજી)
હબીબુર રહેમાન (ભૂતપૂર્વ ડીએમપી કમિશનર)
હારુનોર રશીદ (ભૂતપૂર્વ ડીબી ચીફ)
સદ્દામ હુસૈન (છાત્ર લીગ પ્રમુખ)
શેખ ફઝલુલ કરીમ સેલીમ
ઓબેદુલ કાદેર
અમીર હુસેન અમુ
હસનુલ હક ઇનુ
રાશેદ ખાન મેનન
નઝીબુલ બશર મજભંડારી
દિલીપ બરુઆ
અનવર હુસેન મંજુ