બાંગ્લાદેશે ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ માટે જાહેર કરી ટીમ, આ દિગ્ગજ ખેલાડીને કર્યો બહાર
IND vs BAN Squad: બાંગ્લાદેશ ક્રિક્રેટ બોર્ડે ભારત વિરૂદ્ધ યોજાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બોર્ડે નજમુલ હુસૈન શંટોને કેપ્ટનશીપ સોંપી છે. બાંગ્લાદેશે આ સાથે જ આશ્વર્યજનક નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની ટીમે ઝાકિર અલીને તક આપી છે. જ્યારે શોરફૂલ ઇસ્લામને બહારનો રસ્તો બતાવી દીધો છે. બાંગ્લાદેશે શાકિબ અલ હસન, લિટન દાસ અને મેહદી હસન મિરાઝનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નઇમાં રમાવવાનું શરૂ થશે. ત્યારબદ સીરિઝની બીજો મુકાબલો કાનપુરમાં યોજાશે.
બાંગ્લાદેશે ટીમને ખૂબ સંતુલિત રાખવામાં આવી છે. તેણે અનુભવી ખેલાડીઓની સાથે-સાથે યુવા ખેલાડીઓને પણ તક આપી છે. બાંગ્લાદેશે તાજેતરમાં જ પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર જીત નોંધાવી હતી. હવે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ લડવા માટે તૈયાર છે. તે ટીમ ઇન્ડીયાને આકરી ટક્કર આપી શકે છે.
મહમુદુલ હસન, ઝાકિર હસન, શાદમાન ઇસ્લામ અને મોમિનુલ હકને પણ તક આપવામાં આવી છે. મુશફિકુર રહીમ પણ ટીમનો ભાગ છે. બાંગ્લાદેશે ઝાકિર અલીનો ટીમમાં સમાવેશ કર્યો છે. તેને અત્યાર સુધી બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં રમવાની તક મળી ન હતી. પરંતુ ઝાકિરનો ઘરેલૂ મેચોમાં સારો રેકોર્ડ છે. ઝાકિરે 49 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2862 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સદી અને 19 ફિફ્ટી ફટકારી છે. ઝાકિરની ફર્સ્ટ કલાસની એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 172 રનનો છે.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ
નઝમુલ હુસૈન શંટો (કેપ્ટન), મહમુદુલ હસન જૉય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, સૈયદ. ખાલિદ અહેમદ, ઝેકર અલી અનિક