World Cup 2023 : એડમ ઝમ્પા વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો

તેણે શાહિદ આફ્રિદી અને બ્રેડ હોગનો 21-21 વિકેટનો રેકોર્ડ તોડ્યો

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : એડમ ઝમ્પા વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs BAN : ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 43મી મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પાએ બાંગ્લાદેશ સામે 10 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ઝમ્પા(Adam Zampa Broke Shahid Afridi And Brad Hogg's Record)એ શાહિદ આફ્રિદી અને બ્રેડ હોગનો રેકોર્ડ તોડી દીધો છે. એડમ ઝમ્પા વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન બોલર બની ગયો છે.

શાહિદ આફ્રિદી અને બ્રેડ હોગને પાછળ છોડ્યા

એડમ ઝમ્પાએ બાંગ્લાદેશ સામે 2 વિકેટ ઝડપી શાહિદ આફ્રિદી અને બ્રેડ હોગને પાછળ છોડી દીધા છે. તે વર્લ્ડ કપમાં સ્પિનર તરીકે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની લીસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે. ઝમ્પાએ ODI World Cup 2023માં અત્યાર સુધી 22 વિકેટ ઝડપી છે. શાહિદ આફ્રિદીએ ODI World Cup 2011માં 21 વિકેટ ઝડપી હતી. જયારે બ્રેડ હોગે ODI World Cup 2007માં 21 વિકેટ ઝડપી હતી.

ઝમ્પા પાસે મુરલીધરનથી આગળ નીકળવાની તક

ODI World Cupની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની લીસ્ટમાં શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ ટોપ પર છે. મુરલીધરને ODI World Cup 2007માં 23 વિકેટ ઝડપી હતી. હવે આ સિઝનમાં ઝમ્પા પાસે મુરલીધરનને પણ પાછળ છોડવાનો મોકો છે. જો ઝમ્પા આ વર્લ્ડ કપમાં વધુ 2 વિકેટ ઝડપી લે છે તો તે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર બની જશે. 

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર

23 વિકેટ - મુથૈયા મુરલીધરન (2007) 

22 વિકેટ - એડમ ઝમ્પા (2023) 

21 વિકેટ - બ્રેડ હોગ (2007) 

21 વિકેટ - શાહિદ આફ્રિદી (2011) 

20 વિકેટ - શેન વોર્ન (1999)

World Cup 2023 : એડમ ઝમ્પા વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો 2 - image


Google NewsGoogle News