Get The App

રેસલિંગ ટ્રાયલમાં મોટો અપસેટ, મેડલ વિજેતા બજરંગ પુનિયા અને રવિ દહિયાની હાર

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
રેસલિંગ ટ્રાયલમાં મોટો અપસેટ, મેડલ વિજેતા બજરંગ પુનિયા અને રવિ દહિયાની હાર 1 - image


Wrestling News : પેરિસ ઓલમ્પિકથી ત્રણ મહિના પહેલા ભારતની મેડલની આશાને મોટો ઝટકો લાગ્યો છે. દેશ માટે ટોક્યોમાં મેડલ લાવનારા બજરંગ પૂનિયા અને રવિ દહિયા એડ હૉર્ક દ્વારા આયોજિત એશિયન અને વર્લ્ડ ક્વોલિફાયર્સના ટ્રાયલ્સમાં હારી ગયા. બંનેમાંથી એક પણ ખેલાડી ફાઈનલ સુધી નથી પહોંચી શક્યો.

રવિ દહિયાને મળી અમન સેહરાવત સામે હાર

રવિ દહિયાએ 2020 ઓલમ્પિક્સમાં 57 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટ્રાયલ્સમાં 57 કિલોગ્રામ કેટેગરીના મુલાબલા નૉર્ડિક કેટેગરીમાં થયા હતા. સિલેક્શન ટ્રાયલમાં બીજા રાઉન્ડમાં તેમનો સામનો અમન સેહરાવત સાથે થયો હતો. બંને વચ્ચે આકરો મુકાબલો થયો. અંતે અમન સેહરાવતે 14-13થી મુકાબલો જીત્યો. ત્યારબાદ તેઓ દહિયાના આગામી મુકાબલા અંડર20 એશિયન ચેમ્પિયન ઉદિત સાથે હતો. આ ખેલાડીએ રવિ દહિયાને 10-8થી હરાવ્યો. આ હાર બાદ રવિ દહિયા પણ રેસથી બહાર થઈ ગયો.

રેસલિંગ ટ્રાયલમાં મોટો અપસેટ, મેડલ વિજેતા બજરંગ પુનિયા અને રવિ દહિયાની હાર 2 - image

ડાબે રવિ દહિયા અને જમણે બજરંગ પૂનિયા

નૉર્ડિક ફૉર્મેટનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ કેટેગરીમાં છથી ઓછા ખેલાડીઓ હોય છે. તેવામાં ખેલાડી રોબિન રાઉન્ડમાં એકબીજાનો સામનો કરે છે અને ટોપ ત્રણ ખેલાડીઓને રેન્કના આધાર પર વિજેતા પસંદ કરવામાં આવે છે. જો બે ખેલાડીઓના પોઈન્ટ એક સરખા હોય છે તો એ જોવામાં આવે છે કે તે બંને વચ્ચે થયેલા મુકાબલામાં વિજેતા કોણ હતું. જે પણ વિજેતા હોય છે તેને ઊંચો રેન્ક આપવામાં આવે છે.

બજરંગ પૂનિયાને મળી કારમી હાર

બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામમાં ભાગ લીધો હતો. પહેલા રાઉન્ડમાં તેમણે ખુબ મુશ્કેલીી રવિંદર સામે 3-3થી ડ્રો રહેલી મેચ જીતી હતી. રવિંદરને મેચમાં વોર્નિંગ મળી હતી જેના કારણે બજરંગ પૂનિયાને જીત મળી. ત્યારબાદ સેમીફાઈનલમાં તેમનો સામનો રોહિત કુમાર સાથે થયો. રોહિતે 1-9થી બજરંગને માત આપી. તેની સાથે જ બજરંગ ક્વોલિફિકેશન રેસથી બહાર થઈ ગયા. સેમીફાઈનલમાં હાર્યા બાદ પૂનિયા ગુસ્સામાં તુરંત SAI કેન્દ્રથી ચાલ્યો ગયો. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના અધિકારીઓએ પૂનિયના ડોપ નમૂના લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ત્રીજા-ચોથા સ્થાનના મુકાબલા માટે પણ ન રોકાયા.



Google NewsGoogle News