Photos: લગ્ન બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, જુઓ પહેલી તસવીર
PV Sindhu & Venkata Datta Sai wedding : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત એક સમારોહમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા હતા. તે એક બિઝનેસમેન છે. સિંધુના લગ્નમાં ઘણાં સેલિબ્રિટીઓએ હાજર રહ્યા હતા. સિંધુ અને વેંકટે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજરી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર સમારોહની તસવીર પણ શેર કરી છે.
શું કહ્યું ગજેન્દ્ર સિંહ શેખાવતે?
નવવિવાહિત યુગલના લગ્નની તસવીર શેર કરતા ગજેન્દ્ર સિંહ શેખાવતે લખ્યું, 'ગઈકાલે સાંજે ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે ઓલમ્પિયન બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુના લગ્ન સમારોહમાં હાજરી આપીને આનંદ થયો અને હું દંપતીને તેમના નવા જીવન માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવું છું.'
હૈદરાબાદ ખાતે યોજાશે રિસેપ્શન
લગ્ન સમારોહમાં નજીકના સંબંધીઓની સાથે કેટલીક સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમરોહમાં મર્યાદિત લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન બાદ હવે 24 ડીસેમ્બરે એટલે કે મંગળવારે હૈદરાબાદ ખાતે રિસેપ્શન યોજાશે. જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી શકે છે. સિંધુએ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપ્યું હતું. તે પોતે વેંકટ સાથે સચિનના ઘરે આમંત્રણ આપવા ગઈ હતી. સિંધુ અને વેંકટે ઉદયપુરની હોટેલ રાફેલ્સમાં લગ્ન કર્યા હતા.