IPL 2024: શરમજનક પરાજય બાદ કોનાથી નારાજ થયો શુભમન ગિલ? કહ્યું- પિચથી લેવાદેવા નથી
દિલ્હી કેપિટલ્સે બુધવારે ઓછી સ્કોરવાળી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સને છ વિકેટે હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ગુજરાત ટાઇટન્સને 17.3 ઓવરમાં 89 રનમાં આઉટ કરી દીધી, જે આ સિઝનમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે.
આ IPLમાં ગુજરાત ટાઇટન્સનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર પણ હતો. દિલ્હી કેપિટલ્સના બોલરો આ મેચમાં પોતાનો જાદુ બતાવવામાં સફળ રહ્યા હતા. મુકેશ કુમાર સૌથી સફળ બોલર હતો, જેણે 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઈશાંત શર્માએ 8 રન આપીને બે વિકેટ અને ટ્રીસ્ટન સ્ટબ્સે પોતાની 1 ઓવરમાં બે વિકેટ લીધી હતી.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી, જેના માટે માત્ર ત્રણ ખેલાડીઓ જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા, જેમાંથી રાશિદ ખાને 24 બોલમાં સૌથી વધુ 31 રન બનાવ્યા હતા, જેણે ટીમની ઇનિંગ્સમાં એકમાત્ર સિક્સ પણ ફટકારી હતી.
ગુજરાત ટાઇટન્સના નિરાશ કેપ્ટન શુભમન ગિલે હાર માટે નબળી બેટિંગને જવાબદાર ઠેરવી અને કહ્યું, ', "અમે એવરેજ બેટિંગ કરી. અમારે આ મેચને ભૂલીને આગળ વધવું પડશે. પીચ સારી હતી પરંતુ અમારી બેટિંગના શોટની પસંદગી ખરાબ રહી. વિકેટ ઠીક હતી પરંતુ જો તમે અમારા આઉટ થવાની રીતને જોશો તો તેનું પિચ સાથે કોઈ લેવાદેવ ન હતું."
ગુજરાતનો કેપ્ટન પોતાની જ ટીમથી નારાજ
શુભમન ગિલે કહ્યું કે, "આ નાના સ્કોર બાદ અમે મેચમાં ક્યાંય ન હતા. અમારા બેટ્સમેન બે હેટ્રિક લે ત્યારે કોઈ સંભાવના બની શકતી હતી.
'પ્લેયર ઓફ ધ મેચ' ઋષભ પંતે મેચ બાદ કહ્યું કે, 'ખુશ થવા માટે ઘણી બધી બાબતો છે. અમે ચેમ્પિયન માનસિકતા વિશે વાત કરી અને અમારી ટીમે તેના વિશે વાત કરી. ચોક્કસપણે અમારો બોલર બેસ્ટ હતો. આ ટુર્નામેન્ટની માત્ર શરૂઆત છે અને અમે હજુ પણ અહીંથી સુધારો કરી શકીએ છીએ. મેદાન પર આવતા પહેલા એક જ વિચાર હતો કે, હું મેદાન પર વધુ સારું કરવા માંગુ છું. જ્યારે હું મારું રિહેબિલિટેશન કરી રહ્યો હતો ત્યારે મારા મનમાં પણ આ જ વિચાર હતો. અમે માત્ર એક જ વાતની ચર્ચા કરી હતી કે, આ લક્ષ્યને શક્ય તેટલી વહેલી તકે હાંસલ કરવું પડશે, કારણ કે અન્ય કેટલીક મેચો જેમાં અમે હારી ગયા હતા, અમે નેટ રન રેટ પોઈન્ટ ગુમાવ્યા હતા.