Get The App

બાબર આઝમ સહિત સમગ્ર ટીમ જેલમાં જશે? પાકિસ્તાનમાં દાખલ થયો રાજદ્રોહનો કેસ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
બાબર આઝમ સહિત સમગ્ર ટીમ જેલમાં જશે? પાકિસ્તાનમાં દાખલ થયો રાજદ્રોહનો કેસ 1 - image


પાકિસ્તાની ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ બંને જગ્યાએ વધી રહી છે. ક્રિકેટ મેદાનમાં શરમનાક પ્રદર્શન અને ત્યારબાદ ફેન્સ સહિત પૂર્વે ક્રિકેટરોનો ગુસ્સો તેમના પર વધતો જઈ રહ્યો છે. હવે મેદાનની બહાર વધુ એક મોટી સમસ્યાનો સામનો પાકિસ્તાની ક્રિકેટ ટીમે કરવો પડી શકે છે. 

T20 વર્લ્ડ કપમાં પ્રથમ અમેરિકા અને બાદમાં ભારત સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના ડર સાથે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની કગાર પર પહોંચી છે તેવામાં હવે બાબર આઝમની ટીમ પર નવી મુશ્કેલી આવી ગઈ છે. સમગ્ર ટીમને જેલની હવા ખાવી પડી શકે છે. પાકિસ્તાનના એક વકીલે કોચ અને અન્ય સ્ટાફ સહિત તમામ ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. વકીલે સમગ્ર ટીમ પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે.

PAK ટીમ પર પ્રતિબંધની માંગ :

પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરના એક વકીલે બાબર આઝમ અને અન્ય ખેલાડીઓ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતા દેશદ્રોહની અરજી દાખલ કરી છે. તેમાં ટીમના ખેલાડીઓ અને કોચ અને અન્ય સ્ટાફના નામ પણ સામેલ છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર વકીલે અરજીમાં કહ્યું છે કે તે અમેરિકા અને ભારત સામેની હારથી ખૂબ જ દુઃખી છે. 

વકીલે કેપ્ટન બાબર આઝમની ટીમ પર દેશનું સન્માન દાવ પર લગાવીને છેતરપિંડીથી પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે એટલું જ નહીં, વકીલે આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ મૂકવા અરજી કરી છે. 

રસપ્રદ અને મહત્વની વાત એ છે કે કોર્ટ દ્વારા આ પિટિશન મંજૂર પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પર હવે જેલ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

અમેરિકા અને ભારત સામે નાલેશીભરી હાર :

પાકિસ્તાને T20 વર્લ્ડ કપની શરૂઆત અમેરિકા સામેની મેચ સાથે કરી હતી અને બાબર આઝમ ટીમને આ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. ટેક્સાસના ડલ્લાસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને અમેરિકાએ 159 રન બનાવીને ટાઈ કરી દીધો હતો. ત્યારબાદ સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. ન્યૂયોર્કમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું હતું અને હવે ફ્લોરિડામાં મેચો પર વરસાદનું વિધ્ન તોળાઈ રહ્યું છે.


Google NewsGoogle News