IND vs AUS : બાબર આઝમે કોહલી પાસેથી બદલો લીધો! વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત હારી જતા કરી પોસ્ટ

ભારતને 6 વિકેટથી હરાવી ઓસ્ટ્રેલિયા છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
IND vs AUS : બાબર આઝમે કોહલી પાસેથી બદલો લીધો! વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત હારી જતા કરી પોસ્ટ 1 - image
Image:File Photo

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટ(Babar Azam Take Revenge From Virat Kohli)થી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. ભારતીય ટીમની હાર બાદ સમગ્ર દેશ નિરાશ છે. આ દરમિયાન બાબર આઝમે સોશ્યલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે જેણે ઘા પર મીઠું ભભરાવી દીધું છે.

વિરાટે T20I World Cup 2022 દરમિયાન કરી હતી પોસ્ટ

બાબર આઝમે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીત અંગે લખ્યું, 'ઓસ્ટ્રેલિયાને અભિનંદન. ટુર્નામેન્ટની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું.' બાબર આઝમનો ઈરાદો માત્ર ઓસ્ટ્રેલિયાને અભિનંદન આપવાનો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચાહકો તેને T20I World Cup 2022 સાથે જોડીને જોઈ રહ્યા છે. જ્યાં પાકિસ્તાન ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું અને ત્યારબાદ વિરાટ કોહલીએ ઈંગ્લિશ ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

વિરાટે કરી હતી પોસ્ટ

વિરાટ કોહલીએ તે સમયે ઇંગ્લેન્ડની જીત પર લખ્યું હતું કે, 'ઈંગ્લેન્ડને અભિનંદન, તમે આ જીતના હકદાર છો.' બાબરે શેર કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટને વિરાટની આ પોસ્ટ સાથે જોડીને ચાહકો કહી રહ્યા છે કે બાબરે કોહલી પાસેથી બદલો લઈને ભારતના ઘા પર મીઠું છાંટ્યું છે. બાબરની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

IND vs AUS : બાબર આઝમે કોહલી પાસેથી બદલો લીધો! વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત હારી જતા કરી પોસ્ટ 2 - image


Google NewsGoogle News