Get The App

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી મોટી હલચલ, ખરાબ ફોર્મથી ઝઝૂમતાં બાબરનું કેપ્ટન પદેથી રાજીનામું

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી મોટી હલચલ, ખરાબ ફોર્મથી ઝઝૂમતાં બાબરનું કેપ્ટન પદેથી રાજીનામું 1 - image


Babar Azam Resign from captaincy pakistan cricket team | બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર તેના નિર્ણયની જાણકારી આપી હતી. બાબરે કહ્યું કે કેપ્ટનશિપનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો. આ સાથે તેણે ચાહકોનો આભાર માન્યો હતો. બાબરે કહ્યું કે તમારા અતૂટ સમર્થન અને મારામાં વિશ્વાસ બદલ હું તમારો આભારી છું, તમારો ઉત્સાહ મારા માટે ઘણો મહત્વનો છે.

સોશિયલ મીડિયા પર કરી જાહેરાત 

બાબર આઝમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે પ્રિય ચાહકો, આજે હું તમારી સાથે એક સમાચાર શેર કરી રહ્યો છું કે ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને આપવામાં આવેલી માહિતી પછી, મેં પાકિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું પદ છોડીને મારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરું.

ખરાબ ફોર્મ બાદ લીધો નિર્ણય! 

બાબરે કહ્યું કે સુકાનીપદ એક લાભદાયી અનુભવ રહ્યો છે, પરંતુ તેનાથી કામનું ભારણ પણ વધ્યું છે. હું મારા પ્રદર્શનને પ્રાથમિકતા આપવા માંગુ છું. હું મારી બેટિંગનો આનંદ લેવા માંગુ છું અને મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગુ છું, જેનાથી હું ખુશ છું. બાબર આઝમે લખ્યું કે સુકાની પદ છોડવાથી મને આગળ વધવાની સ્પષ્ટતા મળશે અને હું મારી રમત અને વ્યક્તિગત વિકાસ પર વધુ ધ્યાન આપી શકીશ. 


Google NewsGoogle News