વિરાટ કોહલી દુનિયાનો બેસ્ટ બેટ્સમેન: બાબરે કોહલીના વખાણ કરવા સાથે આઉટ કરવાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો
Image:Twitter
T20 World Cup 2024: T-20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઇ રહ્યો છે જે 29 જૂન સુધી ચાલશે. ભારત પાકિસ્તાનની મેચને લઇને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં હાઈવોલ્ટેજ મેચ રમાશે.
જોકે, પાકિસ્તાનની ટીમ 2009માં T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ત્યારે ભારતે એક વખત ટાઇટલ પણ જીત્યું છે. આ સિવાય ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.
T-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે 2022માં ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. હવે ફરી એકવાર બંને ટીમો જીતની આશા સાથે મેદાનમાં ઉતરવાની છે. આવી સ્થિતિમાં, આ મેચ કઈ ટીમ જીતશે તે જોવું રસપ્રદ રહેશે.
આ વચ્ચે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રતિક્રિયા આપી છે. બાબરને વિશ્વાસ છે કે, આ વખતે પાકિસ્તાનની ટીમ મેચ જીતવામાં સફળ રહેશે. એટલું જ નહીં, બાબરને લાગે છે કે પાકિસ્તાન આ વખતે પણ ખિતાબ જીતશે.
બાબર આઝમ (IND vs PAK પર બાબર આઝમ)એ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જુઓ જ્યારે પણ તમે કોઈપણ ટીમ સાથે રમો છો, ત્યારે તમે ચોક્કસ કોઈ પ્લાન બનાવો છો. અમે બધા ટીમ વિરુદ્ધ પ્લાન બનાવીએ છીએ. એવું નથી કે માત્ર એક ખેલાડી માટે જ પ્લાન બનાવવામાં આવે છે. અમે આખી ટીમને સાથે લઈએ ચાલીએ છીએ. તમે હંમેશા ટીમના 11 ખેલાડીઓ સાથે બેસીને રણનીતિ બનાવો છો. બોલિંગ હોય કે બેટિંગ. દરેક વસ્તુનો પ્લાન કરવો પડે છે. હવે આ વખતે મેચ ન્યૂયોર્કમાં યોજાઈ રહી છે. ત્યાં તમને એક અલગ પિચ અને વાતાવરણ મળશે. ત્યાંની પિચ શું અસર બતાવશે તેના આધારે અમે પ્લાનિંગ કરીશું.
કોહલી વિશે કહી આ વાત
આ સિવાય બાબરે વિરાટ કોહલી વિશે પણ વાત કરી અને કહ્યું, "ચોક્કસપણે, વિરાટ કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે, તેને આઉટ કરવા માટે તેની સામે અમારા શ્રેષ્ઠ પ્લાનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશું. આ વખતે મારી ટીમ પાકિસ્તાન માટે T20 ટાઈટલ જીતવાનો પૂરો પ્રયાસ કરશે. અમે 2021 અને 2022 માં ફિનિશિંગ લાઇન પાર કરી શક્યા નહોતા, પરંતુ અમને આશા છે કે, આ વખતે અમે અમારા દેશને ગૌરવ અપાવીશું."
T20 વર્લ્ડ કપ 2024માં ભારતની મેચો
- 5 જૂન- ભારત Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક
- 9 જૂન- ભારત Vs પાકિસ્તાન, ન્યૂયોર્ક
- 12 જૂન- ભારત Vs યુએસએ, ન્યુયોર્ક
- 15 જૂન- ભારત VS કેનેડા,
ફ્લોરિડા