VIDEO : "આ T20 છે, ટેસ્ટ મેચ નથી...", વિકેટકીપરનો ટોણો સાંભળીને બાબર આઝમ ગુસ્સે થયો, લાઇવ મેચમાં ઇરફાન સાથે થઇ બોલાચાલી

બાબર આઝમે 46 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી

રંગપુર રાઈડર્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
VIDEO : "આ T20 છે, ટેસ્ટ મેચ નથી...", વિકેટકીપરનો ટોણો સાંભળીને બાબર આઝમ ગુસ્સે થયો, લાઇવ મેચમાં ઇરફાન સાથે થઇ બોલાચાલી 1 - image
Image: Screengrab

Babar Azam Angry Reaction On Irfan Sukkur : પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન બાબર આઝમ તેના શાંત અને મેદાન પર મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે જાણીતો છે. વર્ષ 2023માં ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ ગુમાવવા છતાં અને પ્રશંસકો અને ટીકાકારોની ટીકાઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં, બાબર ક્યારેય ગુસ્સે થયો નથી. પરંતુ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024ની એક મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે બાબર આઝમ પોતાનો ધૈર્ય ગુમાવી બેઠો. તે વિપક્ષી ટીમના વિકેટકીપર પર ભડકી ઉઠ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિકેટકીપરે કરી હતી ટીકા

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024માં ડુરડેંટો ઢાકા અને રંગપુર રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં રંગપુર રાઈડર્સ તરફથી પ્રથમ બેટિંગ કરતા બાબર આઝમ 13માં ઓવરમાં ગુસ્સે થઇ ગયો અને વિપક્ષી ટીમના વિકેટકીપર સાથે તેની બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ એવું લાગી રહ્યું છે કે વિકેટકીપર ઇરફાન સુક્કુરે બાબરની ધીમી બેટિંગના કારણે તેના પર ટીકા કરી હતી.

અમ્પાયરે વચ્ચે આવીને મામલો શાંત કરાવ્યો

વિવાદ એટલા હદે વધી ગયો હતો કે અમ્પાયરને વચ્ચે આવીને મામલો શાંત કરાવવો પડ્યો હતો. મેચની વાત કરીએ તો બાબર આઝમની ફિફ્ટીના આધારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રંગપુર રાઈડર્સની ટીમ 183 રન બનાવી શકવામાં સફળ રહી હતી. આ સ્કોર સામે ઢાકાની આખી ટીમ માત્ર 104 રનમાં જ સમેટાઈ ગઈ અને રંગપુરે 79 રને મેચ જીતી લીધી હતી.

VIDEO : "આ T20 છે, ટેસ્ટ મેચ નથી...", વિકેટકીપરનો ટોણો સાંભળીને બાબર આઝમ ગુસ્સે થયો, લાઇવ મેચમાં ઇરફાન સાથે થઇ બોલાચાલી 2 - image


Google NewsGoogle News