'મેચથી વધુ અમારા પર ટિકિટોનું પ્રેશર', બાબર આઝમે ભારત સામે કર્યો પ્લાનનો ખુલાસો

આ અમારા માટે પ્રેશર વાળી મેચ નથી. અમે એક-બીજા સામે રમી ચૂક્યા છીએ : પાકિસ્તાની કેપ્ટન

મને લાગે છે કે, દર્શકોની સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા અમારામાં છે: પાકિસ્તાની કેપ્ટન

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
'મેચથી વધુ અમારા પર ટિકિટોનું પ્રેશર', બાબર આઝમે ભારત સામે કર્યો પ્લાનનો ખુલાસો 1 - image

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની ભારત-પાકિસ્તાન(India Vs Pakistan Match)ની મેચની સૌકોઈ રાહ જોઈ રહ્યા હતા. બંને દેશો ભાગ્યે જ ટકરાય છે. બંને ટીમ દેશો પર પ્રેશર પણ ઘણું છે. જોકે, પાડોશી કેપ્ટન બાબર આઝમે શુક્રવારે કહ્યું કે, હાઈ-પ્રોફાઈલ મેચથી ઘણું વધુ પ્રેશર છે. બાબરે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મેચથી વધુ પ્રેશર ટિકિટોનું છે. જણાવી દઈએ કે ઈતિહાસમાં વનડે ફોર્મેટમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે નથી જીતી શક્યું. તેવામાં તેના પર પ્રેશર કેટલું છે, તે સમજી શકાય છે.

પરંતુ બાબરે નાટકીય રીતે કહ્યું કે, આ અમારા માટે પ્રેશર વાળી મેચ નથી. અમે એક-બીજા સામે રમી ચૂક્યા છીએ. અમને હૈદરાબાદમાં ખુબ સારું સમર્થન મળ્યું. આ વખતે અમદાવાદમાં પણ અમને એવી જ આશા છે. આ સ્થિતિમાં આપણે બેટિંગ અને બોલિંગ એકમ અમે આ પરિસ્થિતિમાં શું કરી શકીએ. જોકે, આ પરિસ્થિતિમાં બોલરો માટે ભૂલની ખૂબ ઓછી આશા છે.

દર્શકોની સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા અમારામાં છેઃ બાબર

તેમણે કહ્યું કે, અનુભવ તમને સારું રમવામાં મદદ કરે છે. જ્યારે હું યુવાન હતો, તો હું નર્વસ થઈ જતો હતો, પરંતુ મને એવા વરિષ્ઠ સાથી મળ્યા, જે તમારી મદદ કરે છે. તેમણે કહ્યું કે, પૂર્વમાં જે કંઈ પણ થયું, તે મહત્વપૂર્ણ નથી. અમે વર્તમાનમાં રહેવા માંગીએ છીએ. અમે સારું કરી શકીએ છીએ. ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હંમેશાથી ખુબ વધુ ઉર્જાથી ભરપૂર રહે છે. તમે ખુદમાં ભરોસો રાખો. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફેન્સ આવી રહ્યા છે. મને લાગે છે કે, દર્શકોની સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા અમારામાં છે.

અમે પરિસ્થિતિના હિસાબથી યોજના બનાવીએ છીએઃ બાબર

બાબરે કહ્યું કે, અમે પરિસ્થિતિના હિસાબથી યોજના બનાવીએ છીએ, કારણ કે શરૂઆતની 10 ઓવરોમાં પિચ અલગ હોય છે, બાકીની 10 ઓવર અલગ. તેવામાં પરિસ્થિતિના હિસાબથી યોજના બનાવવી પડે છે. અમને નસીમ શાહની કમી વર્તાશે. શાહીન અમારા મુખ્ય બોલર છે. અમે તેમને અને પોતાનામાં ભરોસો રાખીએ છીએ. એક-બે ખરાબ પ્રદર્શન અમને પરેશાન ન કરી શકે. બાબરે T20 વર્લ્ડ કપમાં ભારતની જીતને યાદ કરતા કહ્યું કે, અમે અમદાવાદમાં કંઈક એવું જ કરીશું.


Google NewsGoogle News