World Cup 2023: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વિશે ગૌતમ ગંભીરે કહ્યું કંઇક આવુ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
World Cup 2023: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વિશે ગૌતમ ગંભીરે કહ્યું કંઇક આવુ 1 - image


નવી દિલ્હી,તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર 

ભારતમાં રમાનાર 2023નો વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ મુકાબલો 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો છે. ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે.

કોઈપણ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત-પાકિસ્તાન મેચ વિના અધૂરી છે. દર્શકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ક્રિકેટ ચાહકોની નજર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે.  ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે રમાવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે મોટો દાવો કર્યો છે. ગૌતમ ગંભીરે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, વર્લ્ડ કપ 2023માં બાબર આઝમ સારું પ્રદર્શન કરશે. પૂર્વ ભારતીય બેટ્સમેનના મતે બાબર આઝમ વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી વિરોધી બોલરો માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. જોકે, બાબર આઝમ એશિયા કપમાં ભારત સામે વહેલો આઉટ થયો હતો. 

અત્યાર સુધી બાબર આઝમે પાકિસ્તાન માટે 108 ODI મેચ રમી છે. બાબર આઝમે આ 108 વનડે મેચોમાં 5409 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં બાબર આઝમની એવરેજ 58.16 છે જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 89.13 છે. બાબર આઝમે ODI ફોર્મેટમાં 19 સદી ફટકારી છે.



Google NewsGoogle News