પાકિસ્તાન ક્રિકેટમાં ફરી નવા જૂની, શાહીન આફ્રિદીને ઝટકો, T20-ODIની કમાન ફરી સ્ટાર ખેલાડીને

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન ક્રિકેટમાં ફરી નવા જૂની, શાહીન આફ્રિદીને ઝટકો, T20-ODIની કમાન ફરી સ્ટાર ખેલાડીને 1 - image
Image:File Photo

Babar Azam Appointed Pakistan Team Captain : ભારતમાં યોજાયેલ ODI World Cup 2023 બાદથી પાકિસ્તાન ક્રિકેટમાં ખૂબ મોટી હલચલ જોવા મળી હતી. પહેલા કોચ અને ઘણા અધિકારીઓએ રાજીનામું આપ્યું. આ પછી બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દીધી. ત્યારબાદ શાહીન શાહ આફ્રિદીને T20માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ટેસ્ટમાં શાન મસૂદને કમાન સોંપવામાં આવી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

બાબર વ્હાઈટ બોલ ક્રિકેટમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે

બાબર T20 અને ODI ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ પસંદગી સમિતિની ભલામણ બાદ બાબરને આ જવાબદારી સોંપી છે. શાન મસૂદ ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે.

બાબર આઝમની દિગ્ગજો અને ચાહકોએ આકરી ટીકા કરી હતી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ODI World Cup 2023માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તે 9માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. આવી સ્થિતિમાં બાબરે 15 નવેમ્બર 2023ના રોજ પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. જો કે હવે PCBના નવા અધ્યક્ષે તેને ફરીથી કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય કર્યો છે.

બાબર બીજો સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન

બાબર આઝમે અત્યાર સુધી 134 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન ટીમે 78 મેચ જીતી છે. જ્યારે 44 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ODI World Cup 1992ના વિજેતા ઈમરાન ખાન પછી બાબર બીજો સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.

પાકિસ્તાન ક્રિકેટમાં ફરી નવા જૂની, શાહીન આફ્રિદીને ઝટકો, T20-ODIની કમાન ફરી સ્ટાર ખેલાડીને 2 - image


Google NewsGoogle News