Asia Cup 2023: ફાઈનલ પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર, અક્ષર પટેલ ઈજાના કારણે થઈ શકે છે ટીમની બહાર

આવતીકાલે એશિયા કપની ફાઈનલ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે

એશિયન ગેમ્સ 2023માં વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમનો ભાગ છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
Asia Cup 2023: ફાઈનલ પહેલા ભારત માટે ચિંતાજનક સમાચાર, અક્ષર પટેલ ઈજાના કારણે થઈ શકે છે ટીમની બહાર 1 - image
Image:Twitter

Asia Cup 2023: ફાઈનલ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે સુપર-4માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર અક્ષર પટેલના કાંડામાં ઈજા થઇ હતી. તેના બોલિંગ આર્મ પર બોલ લાગી હતી જેથી તે શ્રીલંકા સામે આગામી એશિયા કપ 2023ની ફાઈનલ મેચથી બહાર થઇ શકે છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને ટીમ સાથે જોડાવવા માટે કહેવામાં આવ્યું છે. સુંદર અક્ષર પટેલના રિપ્લેસમેન્ટ અથવા બેકઅપ પ્લેયર તરીકે ટીમ સાથે જોડાશે.

સુંદરને અક્ષર પટેલના બેકઅપ તરીકે બોલાવવામાં આવ્યો

મળેલા અહેવાલો અનુસાર 23 વર્ષીય વોશિંગ્ટન સુંદરને અક્ષર પટેલના બેકઅપ તરીકે બોલાવવામાં આવ્યો છે. અક્ષર પટેલની ઈજા વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન તેના હાથ પર જે બોલ લાગી હતી તેના કારણે તે મુશ્કેલીમાં છે. આવતીકાલે એશિયા કપની ફાઈનલ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે. જો અક્ષર આ મેચ માટે સંપૂર્ણપણે ફીટ નહી હોય તો તેની જગ્યાએ સુંદરને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.

સુંદર એશિયન ગેમ્સમાં લેશે ભાગ 

એશિયન ગેમ્સ 2023માં વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમનો ભાગ છે અને હાલ તે બેંગલુરુમાં છે. ફાઈનલ પૂરી થવા બાદ તે એશિયન ગેમ્સના કેમ્પમાં ફરી સામેલ થશે તેવી આશા છે. આ કેમ્પ ચીનના હાન્ગઝુંમાં 23 સેપ્ટેમ્બર સુધી ચાલશે. સુંદરે ભારત માટે છેલ્લે ન્યુઝીલેન્ડ સામે વનડે રમી હતી.  


Google NewsGoogle News