દુલીપ ટ્રોફીમાં ગુજરાતી ખેલાડીની વિસ્ફોટક બેટિંગ, ચોગ્ગા-છગ્ગા ફટકારી પૂરી કરી અડધીસદી

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
દુલીપ ટ્રોફીમાં ગુજરાતી ખેલાડીની વિસ્ફોટક બેટિંગ, ચોગ્ગા-છગ્ગા ફટકારી પૂરી કરી અડધીસદી 1 - image
Image Twitter 

Axar Patel Fifty Duleep Trophy 2024 : દુલીપ ટ્રોફી 2024 ની શાનદાર શરુઆત થઈ ગઈ છે. આજે એટલે કે, 5 સપ્ટેમ્બરને ગુરુવારથી શરૂ થયેલી દુલીપ ટ્રોફીમાં બે મેચ રમાઈ રહી છે, જેમાં બીજી મેચ ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં અક્ષર પટેલની શાનદાર બેટિંગ જોવા લાયક રહી હતી. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ઈન્ડિયા ડી તરફથી રમતા અક્ષર પટેલે પોતાના ખાસ અંદાજમાં અડધી સદી પૂરી કરી હતી, જેનો વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

અક્ષરે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 118 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી  86 રન બનાવ્યા હતા. જેમાં અક્ષરે ત્રણ બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. અક્ષરે 74 બોલમાં 37 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. તેણે માનવ સુથારની બોલિંગમાં પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યાર પછીના બોલ પર અક્ષરે ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પર ચોગ્ગાથી ચોગ્ગો ફટકાર્યો હતો અને તે પછીના બોલ પર અક્ષરે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી.

અક્ષર સિવાય દરેક બેટરો ફ્લોપ રહ્યા

ઈન્ડિયા ડી માટે અક્ષર પટેલે શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે ટીમના અન્ય તમામ બેટરો ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થતા જોવા મળ્યા હતા. આ મેચમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરેલી ઈન્ડિયા ડી ટીમ પહેલી બેટિંગ કરવા માટે આવેલી ટીમ માત્ર 164 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેમાં અક્ષર પટેલે 86 રનનું યોગદાન રહ્યું હતું.

અક્ષર પછી ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ સારાંશ જૈન અને શ્રીકર ભરતની રહી હતી. આ બંને બેટરોએ 13-13 રન બનાવ્યા હતા. ટીમના કુલ 6 બેટરો ડબલનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.  જેમાંથી 3 બેટરોએ તો પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા.


Google NewsGoogle News