VIDEO: ફરી ટ્રોલ થયો IPLનો આ ખેલાડી, એક વર્ષ જૂનો કાંડ હજુ ભૂલાવી નથી શક્યા RCB ફેન્સ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
VIDEO: ફરી ટ્રોલ થયો IPLનો આ ખેલાડી, એક વર્ષ જૂનો કાંડ હજુ ભૂલાવી નથી શક્યા RCB ફેન્સ 1 - image

Avesh Khan: દુલીપ ટ્રોફીમાં રમી રહેલા ઘણાં યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં ભારતીય ટીમના એ ખેલાડીનું નામ પણ છે કે જેણે આઈપીએલમાં મોટો કાંડ કર્યો હતો. જેને RCB(રોયલ બેંગ્લોર ચેલેન્જર્સ)ના ચાહકો એક વર્ષ પછી પણ ભૂલી શક્યા નથી. આ ખેલાડી છે આવેશ ખાન કે જેની સામે RCBના ચાહકોએ દુલીપ ટ્રોફીની મેચ દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા.

આવેશ ખાન 2023ની IPL સીઝનમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. એ સમયે લખનૌ અને RCB વચ્ચેની મેચે રોમાંચક વળાંક લીધો હતો. કારણ કે લખનૌના બેટર ક્રિઝ પર હતા અને RCB મેચ પર પોતાની પકડ મજબૂત કરી રહી હતી. જો કે આ મેચ લખનૌ જીતી ગયું હતું. આ મેચમાં આવેશ ખાને પોતાનું હેલ્મેટ જમીન પર ફેંકીને જીતની ઉજવણી કરી હતી. આ ઉજવણીથી  RCBના ચાહકોને બહુ મોટો ફટકો પડ્યો હતો. જેના પરિણામો આવેશ ખાન હજુ પણ ભોગવી રહ્યો છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા જાહેર, પહેલી મેચમાં જ બે દિગ્ગજ ખેલાડીઓની વાપસી

બેંગલુરુમાં ભારત-A અને ભારત-B વચ્ચેની મેચમાં જયારે આવેશ ખાન મેદાનમાં આવ્યો ત્યારે ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. તેમની સામે RCB-RCB ના નારા લગાવવામાં આવ્યા હતા. જો કે આવેશ પર તેની કોઈ અસર જોવા મળી ન હતી. આવેશે ચાહકો સાથે વાત કરી અને તેમને વધુ જોરથી સૂત્રોચ્ચાર કરવા કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે.

આગામી IPL 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. આ વખતે આવેશ ખાન માટે લખનૌમાં રહેવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આવેશ આગામી સિઝનમાં કઈ ટીમ સામે રમતા જોવા મળે છે.

VIDEO: ફરી ટ્રોલ થયો IPLનો આ ખેલાડી, એક વર્ષ જૂનો કાંડ હજુ ભૂલાવી નથી શક્યા RCB ફેન્સ 2 - image


Google NewsGoogle News