ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની હારનો બદલો લીધો, જાણો ભારતની જીતના ત્રણ મુખ્ય કારણો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની હારનો બદલો લીધો, જાણો ભારતની જીતના ત્રણ મુખ્ય કારણો 1 - image


Image: Facebook

T20 World Cup 2024: ગયા વર્ષે પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને પછી વનડે વર્લ્ડ કપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર્યા બાદ આખરે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ કડવી દવા પીવડાવી દીધી. ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 ની પોતાની અંતિમ મેચમાં કાંગારુઓને હરાવીને સેમિફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે, જ્યાં તેનો સામનો ઈંગ્લેન્ડ સાથે થશે. હવે જો આજે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશને હરાવી દે છે કે મેચ રદ થઈ જાય છે તો ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટથી બહાર થઈ જશે. 

1. રોહિત શર્માના 92 રન

સોમવારે રાત્રે ભારતની આ શાનદાર જીતના શિલ્પકાર તેનો કેપ્ટન રોહિત શર્મા રહ્યો, જેણે માત્ર 41 બોલમાં 92 રનની તાબડતોડ ઈનિંગ રમીને વિશાળ સ્કોરનો પાયો નાખ્યો. રોહિતે માત્ર 19 બોલમાં આ વર્લ્ડ કપની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. હવે તે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માએ પોતાની ટી20 કરિયરમાં બેવડી સદી પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને T20Iમાં સૌથી વધુ રન (4165) બનાવનાર બેટ્સમેન પણ બની ગયો. 

2. જોરદાર કેપ્ટનશિપ અને બોલિંગ ચેઝ

પૂરી મેચમાં રોહિત શર્મા જ છવાઈ રહ્યો. રોહિત શર્માની કેપ્ટનશિપે પ્રભાવિત કર્યાં. પોતાની ઉપર ક્યારેય પ્રેશર હાવી થવા દીધું નહીં. તેના નિર્ણય પણ ઉત્તમ રહ્યાં. તે સતત ફીલ્ડ ચેન્જ કરતો રહ્યો. ભારત તરફથી અર્શદીપ સિંહ (3/37) અને સ્પિનર કુલદીપ યાદવ (2/24) એ મહત્વના અવસર પર વિકેટ લીધી અને ભારતને મેચમાં જાળવી રાખ્યું. બુમરાહે જોરદાર પણ બોલિંગ કરી.

3. યોગ્ય સમય પર આઉટ થયો હેડ

ગત વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં પોતાની ઈનિંગથી ટીમ ઈન્ડિયાની અપેક્ષાઓ પર પાણી ફેરવનાર ઓપનર ટ્રેવિસ હેડ એક વખત ફરી ક્રીજ પર જામી ગયો અને તાબડતોડ બેટિંગ કરી. તેમણે 43 બોલ પર 9 ફોર અને 4 સિક્સની મદદથી 76 રન બનાવ્યાં. તે ઝડપથી રન બનાવી રહ્યો હતો, પરંતુ 17મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ પોતાનો સૌથી મોટો મેચ વિનર જસપ્રીત બુમરાહને બીજી વખત એટેક પર લગાવ્યો અને તેણે હેડને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો. તે 150ના ટોટલ પર આઉટ થયો ત્યારે મેચ ભારતની પકડમાં આવી. હેડના ગયા બાદ ઈનિંગની ગતિ ધીમી પડી અને ઓસ્ટ્રેલિયન ટીમ 181/7 ના ટોટલ સુધી જ પહોંચી શકી.


Google NewsGoogle News