Get The App

IPL 2024માં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો! WCના 3 હિરો પર લાગ્યો 50 કરોડનો દાવ

ઈન્ડિયન પ્રીમિયમ લીગ 2024ની હરાજી દુબઈમાં યોજાઈ છે

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર સ્ટાર્ક IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
IPL 2024માં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો! WCના 3 હિરો પર લાગ્યો 50 કરોડનો દાવ 1 - image


IPL 2024 Auction: ઈન્ડિયન પ્રીમિયમ લીગ 2024 (IPL 2024)ની દુબઈમાં હરાજી યોજાઈ. તેમાં 333 ખેલાડીના નામ શોર્ટલિસ્ટ કરાયા, જેમાં 214 ભારતીય છે. આજે ચેમ્પિયન ટીમના ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને રૂ. 24.75 કરોડમાં ખરીદને ટીમમાં સામેલ કર્યો. આ સાથે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો અને ત્રીજા નંબરે ટ્રેવિડ હેડ છે, જેને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 6.80 કરોડમાં ખરીદ્યો. 

સ્ટાર્ક આઠ વર્ષ બાદ IPLમા પરત ફરશે

મિચેલ સ્ટાર્ક આઠ વર્ષ બાદ IPL 2024માં જોવા મળશે. સ્ટાર્ક છેલ્લે 2015માં RCB તરફથી રમ્યો હતો. હવે લાંબા સમય બાદ IPLમાં વાપસી કરી રહ્યો છે. હાલ સ્ટાર્ક ફોર્મમાં છે અને વનડે વર્લ્ડ કપમાં પણ સારો દેખાવ કર્યો હતો. એટલે જ તે IPLની હરાજીમાં સૌથી મોંધો ખેલાડી બન્યો છે.

પેટ કમિન્સ પર ત્રણ વર્ષ બાદ રેકોર્ડ બોલી 

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 2020માં રૂ. 15.5 કરોડમાં ખરીદ્યો હતો. આ માટે કમિન્સ ત્રણ વર્ષ સુધી રમ્યો. હવે ત્યાં રિલીઝ થયા બાદ તેને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો છે. નિષ્ણાતોના મતે, હૈદરાબાદ તેને કેપ્ટન તરીકે જાહેર કરી શકે છે. 

ટ્રેવિસ હેડ સાત વર્ષ બાદ પરત ફરશે

આ વખતના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા ટીમના હીરો ટ્રેવિસ હેડને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 6.80 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ 2016 અને 2017 સીઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો હતો. 2016ની સીઝનમાં RCBએ તેને માત્ર રૂ. 50 લાખમાં ખરીદ્યો હતો. જોકે, હવે આ સીઝન સાથે તે સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગમાં પ્રાણ ફૂંકવા તૈયાર છે.


Google NewsGoogle News