Get The App

એડિલેડ ટેસ્ટ બાદ આ સ્ટાર ખેલાડીનું પત્તું કપાવાની શક્યતા, 3 ઈનિંગમાં થયો ફુસ્સ, ફક્ત 19 રન કર્યા

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
એડિલેડ ટેસ્ટ બાદ આ સ્ટાર ખેલાડીનું પત્તું કપાવાની શક્યતા, 3 ઈનિંગમાં થયો ફુસ્સ, ફક્ત 19 રન કર્યા 1 - image

IND Vs AUS, Steve Smith : ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થયેલી પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ટ્રેવિસ હેડે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ભારત સામે પોતાની ત્રીજી સદી અને તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. પરંતુ આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું ફોર્મ ડગમગી રહ્યું છે.

સ્ટીવ સ્મિથનો ફ્લોપ શો

સ્ટીવ સ્મિથની વાત કરીએ તો પર્થ બાદ તે એડિલેડ ટેસ્ટમાં પણ ફ્લોપ રહ્યો હતો. તે જસપ્રીત બુમરાહના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. સ્મિથને ખુદને વિશ્વાસ ન હતો કે તે આઉટ થઇ ગયો છે. અગાઉ સ્ટીવ સ્મિથે પર્થ ટેસ્ટમાં બંને ઇનિંગમાં 0 અને 17 રન બનાવ્યા હતા. એટલે કે તેણે પૂરી સીરિઝમાં અત્યાર સુધીમાં કુલ 3 ઇનિંગ્સમાં 19 રન બનાવ્યા છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 111 મેચમાં 9704 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 56થી વધુ રહી છે.

બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે સ્મિથ

આવી સ્થિતિમાં હવે સ્મિથે આગામી ટેસ્ટમાં પોતાને સાબિત કરવો પડશે. અન્યથા તેનું બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થવું નિશ્ચિત છે. તેની છેલ્લી 9 ઇનિંગ્સ પર નજર કરીએ તો તેણે માત્ર 157 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 38 રન રહ્યો હતો. જેમાં તેની બેટિંગ સરેરાશ 17.4 રહી હતી.

આ પણ વાંચો : IND vs AUS : તું તું મેં મેં મેં બાદ સિરાજ અને હેડે ફરી ચાલુ મેચમાં કરી વાતચીત, પછી ગળે મળ્યા, જુઓ વીડિયો

સ્ટીવ સ્મિથનું આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રદર્શન

111 ટેસ્ટ, 9704 રન, 56.09 બેટિંગ સરેરાશ, 19 વિકેટ

165 વનડે, 5662 રન, 43.55 બેટિંગ સરેરાશ, 28 વિકેટ

67 T20, 1094 રન, 24.86 બેટિંગ સરેરાશ, 17 વિકેટ 

એડિલેડ ટેસ્ટ બાદ આ સ્ટાર ખેલાડીનું પત્તું કપાવાની શક્યતા, 3 ઈનિંગમાં થયો ફુસ્સ, ફક્ત 19 રન કર્યા 2 - image


Google NewsGoogle News