સુમિત નાગલે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચનાર 5મો ભારતીય બન્યો

સુમિત નાગલે કઝાકિસ્તાનના એલેકઝાન્ડર બુબ્લિકને 6-4, 6-2, 7-6થી હરાવ્યો હતો

વર્ષ 1988ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમેશ કૃષ્ણને મેટ વિલેંડરને હરાવ્યો હતો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
સુમિત નાગલે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચનાર 5મો ભારતીય બન્યો 1 - image
Image:File Photo

Australian Open 2024 : ઓસ્ટ્રેલિયન ઓપન 2024ના ત્રીજા દિવસે એક મોટો અપસેટ સર્જાયો હતો. ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે વિશ્વના 27માં નંબરના કઝાકિસ્તાનના એલેકઝાન્ડર બુબ્લિકને 6-4, 6-2, 7-6થી હરાવીને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય બન્યો

સુમિત નાગલ તેના ટેનિસ કરિયરમાં બીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમના બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. સુમિત રમેશ કૃષ્ણન પછી ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય બન્યો છે. વર્ષ 1988ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમેશ કૃષ્ણને મેટ વિલેંડરને હરાવ્યો હતો. હવે 35 વર્ષ બાદ સુમિત નાગલે ગ્રાન્ડ સ્લેમ મેન્સ સિંગલ્સમાં કોઈ ક્રમાંકિત ખેલાડીને હરાવનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

ભારતીય ટેનિસ માટે એક ઐતિહસિક ક્ષણ

સુમિત નાગલની જીત ભારતીય ટેનિસ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તે ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચનાર પાંચમો ભારતીય પુરુષ ખેલાડી બની ગયો છે. આ જીત તેના આત્મવિશ્વાસમાં ચોક્કસપણે વધારો કરશે.

સુમિત નાગલે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચનાર 5મો ભારતીય બન્યો 2 - image


Google NewsGoogle News