Get The App

ઓસ્ટ્રેલિયન મીડિયાએ હદ વટાવી, કોહલીને જોકર ગણાવ્યો, મેલબોર્નની ઘટના મુદ્દે હોબાળો

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયન મીડિયાએ હદ વટાવી, કોહલીને જોકર ગણાવ્યો, મેલબોર્નની ઘટના મુદ્દે હોબાળો 1 - image


Virat Kohli Clown Controversy: વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં કોન્સ્ટાસ સાથે ગેરવર્તૂણક આચરવા બદલ ટીકાઓનો સામનો કરી રહ્યો હતો. જેના માટે તેને પેનલ્ટી અને સજા પણ થઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ કોહલી વિરુદ્ધ નિરાશા વ્યક્ત કરવાની હદ વટાવી હતી. ઓસ્ટ્રેલિયન મીડિયાએ કોહલીને ક્લાઉન એટલે કે જોકર કહી સંબોધ્યો હતો.

બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે વિરાટ કોહલીએ જાણી જોઈને ઓપનર બેટ્સમેન સેમ કોન્સ્ટાસને ખભો અથડાવી ઉશ્કેર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બબાલ પણ થઈ હતી. આ વીડિયોને સૌ કોઈ વખોડી રહ્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેની હદ વટાવતાં કોહલીને ક્લાઉન(જોકર) કહીને સંબોધિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના અખબારોમાં પણ કોહલીની આકરી ટીકાઓ કરવામાં આવી છે. પરંતુ આ સંબોધનથી વિવાદ વધ્યો છે. સોશિયલ મીડિયા પર કોહલીના ચાહકો અને સમર્થકોએ ઓસ્ટ્રેલિયન મીડિયાની આ બર્બરતાને વખોડી રહ્યા છે.


આ પણ વાંચોઃ યાર, આને આઉટ કોણ કરશે, હું બોલિંગ કરવા આવું કે...' રોહિતની વધુ એક વાતચીત સ્ટમ્પ માઈકમાં કેદ 

આઇસીસીએ પેનલ્ટી ફટકારી

આઇસીસીએ કોડ ઑફ કંડક્ટના ભંગ બદલ વિરાટ કોહલીને મેચ ફીના 20 ટકા રકમ પેનલ્ટી પેટે ચૂકવવા આદેશ કર્યો છે. તેમજ એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો છે. જો કે, આ સજા બાદ પણ ઓસ્ટ્રેલિયાને સંતોષ થયો નથી. ઓસ્ટ્રેલિયન મીડિયા સતત કોહલીની ટીકાઓ કરી રહી છે. તેણે આઇસીસી પર પક્ષપાતનો આરોપ મૂકતાં કહ્યું છે કે, કોહલીને ઓછી સજા ફટકારવામાં આવી છે. 

શું હતી ઘટના

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ભારતીય બોલર્સને હંફાવી રહ્યા હતા. તે સમયે અચાનક કોહલી દૂરથી ચાલતો ચાલતો કોન્સ્ટાસ તરફ આવ્યો અને તેને ખભો અથડાવ્યો હતો. જેથી કોન્સ્ટાસ ગુસ્સે ભરાયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને એમ્પાયરની દખલગીરીથી વિવાદને પૂર્ણવિરામ આપવામાં આવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયન મીડિયાએ હદ વટાવી, કોહલીને જોકર ગણાવ્યો, મેલબોર્નની ઘટના મુદ્દે હોબાળો 2 - image


Google NewsGoogle News