Get The App

એ વર્તમાન ક્રિકેટનો સૌથી નીડર યુવા બેટર...' કાંગારૂઓના ધૂરંધર બોલરે ભારતીય બેટરના કર્યા વખાણ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
એ વર્તમાન ક્રિકેટનો સૌથી નીડર યુવા બેટર...' કાંગારૂઓના ધૂરંધર બોલરે ભારતીય બેટરના કર્યા વખાણ 1 - image

Mitchell Starc On Yashasvi Jaiswal : ભારત એન ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં  ભારતના યુવા બેટર યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલીયાના સ્તર બોલર મિચેલ સ્ટાર્ક સામે નિર્ભયતા સાથે શાનદાર બેટિંગ કરી હતી. જયસ્વાલે સ્ટાર્ક સામે સ્લેજિંગ પણ કર્યું હતું. અને જયસ્વાલે સ્ટાર્કને ધીમો બોલર પણ કહ્યો હતો. જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. હવે સ્ટાર્કે જયસ્વાલ વિશે ટિપ્પણી કરતા જયસ્વાલની સ્લેજિંગ પર પ્રતિક્રિયા આપી છે.

તે ભવિષ્યમાં ભારત માટે ઘણું ક્રિકેટ રમશે 

ઓસ્ટ્રેલીયન બોલર મિચેલ સ્ટાર્કે કહ્યું હતું કે, 'તેણે(જયસ્વાલ) મને શું કહ્યું તે મેં સાંભળ્યું ન હતું. મને વધુ ખબર નથી. મેં કદાચ પહેલાં સાંભળ્યું હશે. તેણે એવા જ બોલ પર ફ્લિક શોટ રમ્યો જેનો તેણે અગાઉ ડીફેન્ડ કર્યો હતો. તે ભવિષ્યમાં ભારત માટે ઘણું ક્રિકેટ રમશે અને ખૂબ જ સફળ થશે.'

જયસ્વાલ સૌથી નીડર યુવા ક્રિકેટર 

સ્ટાર્કે વધુમાં કહ્યું, 'તે બીજી ઈનિંગમાં સારું રમ્યો હતો, અને તેણે પરિસ્થિતિઓ અનુરૂપ પોતાનામાં બદલાવ કર્યો હતો. અમે તેને પહેલી ઇનિંગમાં સસ્તામાં આઉટ કર્યો હતો, પછી તેણે પરિસ્થિતિઓને અનુરૂપ શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે વર્તમાન ક્રિકેટમાં સૌથી નીડર યુવા બેટર છે. આ અંગેનો સંપૂર્ણ શ્રેય તેને જાય છે... તે વિશ્વભરના નીડર યુવા ક્રિકેટરોની નવી પેઢીમાંથી એક છે. અમે એડિલેડમાં તેનો મુકાબલો કરીશું.'

આ પણ વાંચોઃ Ind vs Aus 2nd Test Live: ટીમ ઈન્ડિયા 180 રનમાં સમેટાઈ, ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ

ઓસ્ટ્રેલીયા સામે જયસ્વાલનું શાનદાર પ્રદર્શન 

અહીં તમને જણાવી દઈએ કે, પર્થ ટેસ્ટ મેચમાં ભારતને 295 રનથી શાનદાર જીત મળી હતી. ભારતની આ જીતમાં જયસ્વાલનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. તેણે આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અને તે 161 રન બનાવીને આઉટ થયો હતો. જયસ્વાલ પહેલી ઇનિંગમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો. પરંતુ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

એ વર્તમાન ક્રિકેટનો સૌથી નીડર યુવા બેટર...' કાંગારૂઓના ધૂરંધર બોલરે ભારતીય બેટરના કર્યા વખાણ 2 - image


Google NewsGoogle News