સિરાજની પાછળ પડ્યા ઑસ્ટ્રેલિયાના દર્શકો, સ્ટેડિયમમાં કર્યો ટ્રોલ તો સુનિલ ગાવસ્કરે આપ્યો જવાબ
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ શરૂ થતાંની સાથે જ વરસાદ પડ્યો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 13.2 ઓવરમાં માત્ર 28 રન જ બનાવી શકી હતી. અને લંચ સુધીમાં મેદાન સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું. આ દરમિયાન ભારતીય ટીમનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બોલ જેવો જ ગાબા મેદાન પર બોલિંગ કરવા આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન ચાહકોએ તેની સામે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. ચાહકોના આ વર્તનથી ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર ખૂબ નારાજ થઇ ગયા ગતા. અને તેમનો ગુસ્સો બહાર આવ્યો હતો.
શું કહ્યું સુનિલ ગાવસ્કરે?
એડિલેડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સિરાજનો ટ્રેવિસ હેડ સાથે ઝઘડો થયો હતો. આ પછી સિરાજ અને હેડ વચ્ચેના ઝઘડાએ સોશિયલ મીડિયા પર ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. ICCએ બંને ખેલાડીઓને સજા પણ ફટકારી હતી. પરંતુ એડિલેડમાં પરિસ્થિતિ શાંત થયા પછી પણ ઓસ્ટ્રેલિયન ચાહકો સિરાજની પાછળ પડી ગયા હતા અને ગાબામાં તેમણે સિરાજ સામે બૂમ પાડી હતી.
ઓસ્ટ્રેલિયાના ચાહકોને આ વાત પસંદ ન આવી
ભારતના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, 'સિરાજને ઑસ્ટ્રેલિયન ક્રિકેટના તમામ 'સંતો' તરફથી ટીકા મળી રહી છે. જે મેદાન પર કોઈ પણ ગેરવર્તણૂક ન કરવા માટે જાણીતો છે. હેડને આઉટ કર્યા બાદ તેણે કરેલી ઉજવણી, અને શાનદાર સદી પણ ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના ચાહકોને આ વાત પસંદ ન આવી.'
તેઓ માત્ર ગર્જના કરે છે
ગાવસ્કરે વધુમાં જણાવ્યું હતું કે, 'પરંતુ આ ચાહકો આગામી ઉનાળામાં યોજાનારી એશિઝ ટુર્નામેન્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આવી જ રીતે ઈંગ્લેન્ડના બેટરોને વિદાય આપશે ત્યારે આ ચાહકો ઉજવણી કરશે. મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ફરીથી આવું જ બની જવું જોઈએ. જેના માટે તે પહેલાથી જ જાણીતા હતા. આ લોકો બેવડું વલણ ધરાવતા લોકો છે. જેઓ માત્ર ગર્જના કરે છે અથવા તો ભસતા રહે છે.'