World Cup 2023 : આ ક્રિકેટરના પુત્રનું મોત, ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને 309 રનના અંતરથી હરાવ્યું હતું

વોર્નર અને મેક્સવેલે આ મેચમાં સદી ફટકારી હતી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આ ક્રિકેટરના પુત્રનું મોત, ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs NED : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ODI World Cup 2023ની મેચ રમાઈ હતી. પરંતુ જયારે ઓસ્ટ્રેલિયન ટીમ મેચ રમવાની તૈયારી કરી રહી હતી ત્યારે એક ખુબ દુખદ ઘટના બની હતી. ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીના દીકરાના મૃત્યુથી આખું ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમ શોકમાં ડૂબી ગયું હતું.

તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આપી શ્રદ્ધાંજલિ

ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફવાદ અહેમદના 4 મહિનાના દીકરાની મૃત્યુ થઇ હતી. ફવાદ દ્વારા જયારે આ સમાચાર સોશ્યલ મીડિયા પર આપવામાં આવ્યા ત્યારે તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ(Australian Players Wears Black Armband To Pay Tribute To Cricketer's Son)એ શ્રદ્ધાંજલિ આપવા માટે હાથે બ્લેક પટ્ટી બાંધીને મેચ રમી હતી. ફવાદે પોતાના દીકરાના મૃત્યુની માહિતી તેના ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર આપી હતી.

4 મહિનાના પુત્રની મૃત્યુ થઇ

ફવાદ અહેમદે તેના એક્સ એકાઉન્ટ પર ટ્વિટ કરતા લખ્યું હતું કે, 'કમનસીબે લાંબા સંઘર્ષ પછી મારો 4 મહિનાનો પુત્ર મોતથી પીડાદાયક અને અઘરી લડાઈ હારી ગયો, હું માનું છું કે મારો પુત્ર વધુ સારી જગ્યાએ ગયો છે, અમે તને ખૂબ જ યાદ કરીશું, હું આશા રાખું છું કે આ પીડામાંથી ક્યારેય કોઈ પસાર ન થાય.

પાકિસ્તાનનો રહેવાસી છે ફવાદ અહેમદ

ઓસ્ટ્રેલિયન ટીમમાં ફવાદ અહેમદ લેગ સ્પિનર તરીકે જોડાયો હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે 3 વનડે અને 2 T20I મેચ રમી છે. તે મૂળરૂપથી પાકિસ્તાનનો રહેવાસી છે. વર્ષ 2010માં તે ઓસ્ટ્રેલિયા આવી ગયો હતો. તેણે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યો હતો.

World Cup 2023 : આ ક્રિકેટરના પુત્રનું મોત, ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી 2 - image


Google NewsGoogle News