VIDEO : 'બહુ ધીમી બેટિંગ કરે છે...' કાંગારુઓના કૅપ્ટને કોહલીની ઠેકડી ઉડાડી
Virat Kohli on pat cummins : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરુ થવામાં હવે બે અઠવાડિયા બાકી છે. વનડે વર્લ્ડકપ અને T20 વર્લ્ડકપની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી પણ મર્યાદિત ઓવરો માટેની મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. હાલની વર્લ્ડકપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ અને T20 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતની ટીમ આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ફેવરીટ ટીમ માનવામાં આવી રહી છે.
પેટ કમિન્સેનો વિરોધીઓને પડકાર
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સે એક ટીવીના વિજ્ઞાપનમાં વિરોધીઓને સીધો પડકાર ફેંક્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રમોશન કરતાં આ વીડિયોમાં કમિન્સ કેમેરા સામે સ્લેજીંગ કરતો જોવા મળ્યો હતો. તે નીચેલી લખેલી પંક્તિઓમાં બેન સ્ટોક્સ, ઓલી પોપ, વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પર નિશાન સાધતો જોવા મળી રહ્યો છે.
'ઓય બેન, હું તારા અંગે સ્ટોક્સ નથી.'
'અરે પોપ, તું પ્રાર્થના કરવાનું શરુ કરી દે.'
'અરે કોહલી, મેં તને આટલી ધીમી બેટિંગ કરતા ક્યારેય નથી જોયો.'
'ક્વિન્ટ ડી બ્લોકની જેમ, હું તારા માટે પેટ કમિન્સ છું, મતલબી બનો.'
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે યોજાશે વનડે સીરિઝ
આ દરમિયાન ભારત ગુરુવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશન સ્ટેડિયમ ખાતે સીરિઝની પહેલી વનડેમાં ઇંગ્લૅન્ડ સામે ટકરાશે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી વનડે મેચ રવિવારે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ 50 ઓવરની સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાશે.