World Cup 2023 : AUS vs PAK - વોર્નર-માર્શ બાદ જામ્પાનો કહેર, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 50 ઓવરમાં 367/9, વોર્નરના 163, માર્શના 121 રન, એડમ જામ્પાની 4 વિકેટ

પાકિસ્તાનનો સ્કોર - 45.3 ઓવરમાં 305માં ઓલઆઉટ, શફીકના 64, ઈમામ-ઉલ-હકના 70 રન, આફ્રિદીની 5 વિકેટ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : AUS vs PAK - વોર્નર-માર્શ બાદ જામ્પાનો કહેર, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું 1 - image


બેંગલુરુ, તા.20 ઓક્ટોબર-2023, શુક્રવાર

Australia vs Pakistan World Cup 2023 : વર્લ્ડકપ-2023ની 18મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને પરાજય આપ્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપની મેચમાં બીજી જીત નોંધાવી છે. આજની મેચમાં ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ધમાકેદાર ઓપનિંગ અને સદી બાદ ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 367 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 305 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના બોલર શાહિન શાહ આફ્રિદીએ 5 વિકેટ લીધી હતી, તો ઓસ્ટ્રેલિયાના બોલર એડમ જામ્પાએ 4 વિકેટ ખેરવી હતી. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ અગાઉ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. 

વોર્નર અને માર્શ વચ્ચે 259 રનની પાર્ટનરશીપ

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે ઓપનિંગમાં આવી વિસ્ફોટક બેટીંગ કરી હતી. આ બંને ખેલાડીઓ પાકિસ્તાની બોલરો પર સંપૂર્ણ હાવી થઈ સદી ફટકારી હતી. વોર્નરે 124 બોલમાં 14 ફોર અને 9 છગ્ગા સાથે 163 રન ફટકાર્યા હતા, જ્યારે મિશેલ માર્શે 108 બોલમાં 10 ફોર અને 9 સિક્સ સાથે 121 રન ફટકાર્યા હતા, જ્યારે બાકીના તમામ બેટરો કંઈ ખાસ રમી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના એડમ જામ્બાએ સૌથી વધઉ 4 વિકેટ ખેરવી હતી, જ્યારે માર્કસ સ્ટોઇનિસ અને પેટ કમિન્સે 2-2 વિકેટ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ ખેરવી હતી.

શફીક અને ઈમામ-ઉલ-હક વચ્ચે 134 રનની પાર્ટનરશીપ

પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીકે 61 બોલમાં 7 ફોર અને 2 સિક્સ સાથે 64 રન ફટકાર્યા હતા, જ્યારે ઈમામ-ઉલ-હકે 71 બોલમાં 10 ફોર સાથે 70 રન ફટકાર્યા હતા, જ્યારે બાબર આઝમે 18 રન, મોહમ્મદ રિઝવાને 46, સઈદ શકીલે 30, ઇફ્તિખાર અહેમદે 26, મોહમ્મદ નવાઝે 14, ઉસામા મીરે 0, શાહીન શાહ આફ્રિદીએ 10, હસન અલીએ 8 જ્યારે હરિસ રઉફ અણનમ 0 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો પાકિસ્તાન તફથી સૌથી વધુ વિકેટ શાહીન શાહ આફ્રિદીએ 5 વિકેટ, જ્યારે હરિસ રઉફે 3 વિકેટ, ઉસામા મીરે 1 વિકેટ ઝડપી હતી.

પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન 5માં ક્રમાંકે

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ કુલ 4 મેચોમાંથી 2 મેચમાં વિજય અને 2 મેચમાં હારનો સામનો કર્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 4 મેચોમાંથી 2 મેચમાં વિજય અને 2 મેચમાં હારનો સામનો કર્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે છે.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : AUS vs PAK - વોર્નર-માર્શ બાદ જામ્પાનો કહેર, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું 2 - image

World Cup 2023 : AUS vs PAK - વોર્નર-માર્શ બાદ જામ્પાનો કહેર, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું 3 - image


Google NewsGoogle News