World Cup 2023 : AUS vs NZ : રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી, ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું, રચિન રવિન્દ્રની સદી એળે ગઈ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : AUS vs NZ :  રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી, ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું, રચિન રવિન્દ્રની સદી એળે ગઈ 1 - image


Australia vs New Zealand World Cup 2023 : આજે વર્લ્ડ કપ 2023ની 27મી મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાઈ હતી. આજની રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું હતું અને આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરી છે. 6 મેચ બાદ 4 જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખાતામાં 8 પોઈન્ટ છે.

રચિન રવિન્દ્રની સદી એળે ગઈ 

આજે ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રે સદી ફટકારી હતી. 24 વર્ષીય આ ખેલાડી વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટર બન્યો છે. આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આજે રચિન રવીન્દ્રે 89 બોલમાં 116 રન બનાવ્યા હતા. 


ન્યૂઝીલેન્ડની ઈનિંગ 

• સ્કોર 50 ઓવરમાં 383/9

• સ્કોર 20 ઓવરમાં 142/2

• સ્કોર 15 ઓવરમાં 107/2

• ન્યુઝીલેન્ડના 100 રન પુરા, રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ ક્રિઝ પર

• સ્કોર 10 ઓવરમાં 73/2

• ન્યુઝીલેન્ડે બીજી વિકેટ ગુમાવી, કોનવે બાદ યંગ પણ 32 રન બનાવી આઉટ,  હેઝલવુડે બીજી ઝડપી વિકેટ

• ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ પડી, ડેવોન કોનવે 17 બોલમાં 28 રન બનાવી આઉટ થયો, હેઝલવુડે વિકેટ ઝડપી, સ્ટાર્કે કેચ કર્યો

• સ્કોર 5 ઓવરમાં 46/0

• ન્યુઝીલેન્ડની ઈનિંગ શરુ, ડેવોન કોનવે અને યંગ ક્રિઝ પર

ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 389 રનનો ટાર્ગેટ આપ્યો

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 49.2 ઓવરમાં 388 રન પર સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ સામે વનડે અને વનડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ કૈનબરામાં કિવી સામે પાંચ વિકેટ ગુમાવીને 378 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ત્રીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 67 બોલમાં સૌથી વધુ 109 કર્યા હતા જ્યારે ડેવિડ વોર્નરે 81 રનની ઈનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને ગ્લેન ફિલિપ્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. લાથમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. માર્ક ચેપમેનની જગ્યાએ જિમ્મી નીશમને પ્લેઇંગ-11માં જગ્યા મળી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પણ એક ફેરફાર કર્યો છે. ટ્રેવિસ હેડ પ્લેઇંગ-11માં પરત ફર્યો છે. 

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : AUS vs NZ :  રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી, ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું, રચિન રવિન્દ્રની સદી એળે ગઈ 2 - image

World Cup 2023 : AUS vs NZ :  રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી, ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું, રચિન રવિન્દ્રની સદી એળે ગઈ 3 - image


Google NewsGoogle News