Get The App

IND vs AUS: બુમરાહનો પંજો! કાંગારુ ટીમની પ્રથમ ઇનિંગ 104 રને સમેટાઇ, ભારતને 46 રનની લીડ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
IND vs AUS: બુમરાહનો પંજો! કાંગારુ ટીમની પ્રથમ ઇનિંગ 104 રને સમેટાઇ, ભારતને 46 રનની લીડ 1 - image


AUS vs IND: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરે પર્થમાં શરૂ થયો. આજે આ મેચનો બીજો દિવસ છે. ભારત માટે આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)ની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં 150 રન પર સમેટાઈ ગઈ હતી. બાદમાં ઓસ્ટ્રેલિયન ટીમ પણ 104 રને સમેટાઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ IND vs AUS: કોહલીએ આસાન કેચ છોડી દીધો, બુમરાહે તો ઉજવણી શરૂ કરી દીધી! જુઓ VIDEO

બોલરે કરી કમાલ

પર્થમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં મિચેલ સ્ટાર્ક પ્રથમ એવો બેટર બન્યો છે જેણે 100 બોલ રમ્યા હોય. ભારત કે ઓસ્ટ્રેલિયા બે માંથી એક પણ ટીમના દિગ્ગજ બેટર્સ 100 બોલનો સામનો કરી શક્યા નહોતા. એવામાં ફાસ્ટ બોલર સ્ટાર્કે 100 બોલનો સામનો કર્યો હતો જેણે ક્રિકેટપ્રેમીઓમાં આશ્ચર્ય જગાડ્યું હતું.

છેલ્લા બે પ્રવાસમાં પોતાના જ ઘરમાં હરાવ્યું

ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવ્યું છે. આ વખતે હેટ્રિકની તક છે. આ 'મહા સીરિઝ' માં કુલ 5 મેચો રમાવાની છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાનું ડેબ્યૂ થયું હતું. વળી, ઓસ્ટ્રેલિયા તરફથી નાથન સમેકસ્વીનું ડેબ્યૂ હતું. નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ IND vs AUS: પર્થમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો તરખાટ, પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન

ભારત સામે ઓસ્ટ્રેલિયાના સૌથી ઓછા રન

ભારત સામે ઓસ્ટ્રેલિયાના સૌથી ઓછા રન અત્યાર સુધીમાં 83 છે. જે તણે 1981માં મેલબર્નમાં બનાવ્યા હતાં. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફક્ત ચાર ઇનિંગમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.


Google NewsGoogle News