World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનની થશે ટક્કર, બંને ટીમો માટે 'કરો યા મારો'ની સ્થિતિ

ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનની થશે ટક્કર, બંને ટીમો માટે 'કરો યા મારો'ની સ્થિતિ 1 - image


World Cup 2023 AUS vs AFG : ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ODI World Cup 2023ની 39મી મેચ રમાનાર છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. આ મેચ બંને ટીમો માટે ખુબ મહત્વની રહેવાની છે. ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી ખુબ જરૂરી છે. ઓસ્ટ્રેલિયા પાસે 10 પોઈન્ટ્સ છે જયારે અફઘાનિસ્તાન પાસે 8 પોઈન્ટ્સ છે જેથી આજે રમાનાર મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વની છે.

હેડ ટૂ હેડ

ઓસ્ટ્રેલિયા વનડેમાં અફઘાનિસ્તાન સામે ત્રણ વખત રમ્યું છે અને ઓસ્ટ્રેલિયાએ ત્રણેય વખત અફઘાનિસ્તાનને હરાવ્યું છે. છેલ્લી વખત બંને ટીમો ઇંગ્લેન્ડમાં ODI World Cup 2019માં સામસામે આવી હતી. અફઘાનિસ્તાનના આસિસ્ટન્ટ કોચે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અફઘાનિસ્તાન મોટી ટીમો સામે વધુને વધુ વનડે મેચ રમશે તો તેના સારા પ્રદર્શનની શક્યતા વધી જશે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવનમાં થઇ શકે ફેરફાર

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થઇ શકે છે. ટીમમાં ગ્લેન મેકસવેલ અને મિચેલ માર્શની વાપસી થઇ શકે છે. ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. ટીમ સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનને સ્થાન મળી શકે છે. એડમ ઝમ્પા અને જોશ હેઝલવૂડ અફઘાનિસ્તાન સામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જયારે અફઘાનિસ્તાન તેના સ્પિન અટેક પર વધુ ધ્યાન આપી શકે છે. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન પ્લેઇંગમાં સામેલ થઇ શકે છે. ઓપનિંગ માટે ટીમ ગુરબાઝ અને ઈબ્રાહીમને મોકો આપી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (c), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ/માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (wkt), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

અફઘાનિસ્તાન

હશમતુલ્લાહ શાહિદી (c), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (wkt), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નૂર અહેમદ

World Cup 2023 : આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનની થશે ટક્કર, બંને ટીમો માટે 'કરો યા મારો'ની સ્થિતિ 2 - image


Google NewsGoogle News