Get The App

ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની જતાં આ ધાકડ ખેલાડીની ગેરહાજરી હવે કાંગારૂઓને નડશે

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
Australia Vs India Test match

Image: IANS



David Warner, IND vs AUS Test Series: ભારતીય ટીમ આ વર્ષે 2024ના અંતમાં ઓસ્ટ્રેલિયા સીરિઝ રમવા જવાની છે. બન્ને ટીમ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝમાં કાંગારૂ ટીમ પોતાના સ્ટાર ઓપનર વોર્નર વિના જ રમશે, વોર્નરે આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા હારી

આ ટેસ્ટ સીરિઝની મેજબાની ઓસ્ટ્રેલિયા માટે મહત્ત્વની છે. કારણકે, આ ટીમ છેલ્લા 10 વર્ષથી ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ જીતી નથી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2014માં ભારત સામે ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારબાદ સતત ચાર સીરિઝ (2017, 2018, 2020, 2023)માં ભારત જીતી છે. જેમાં બે વખત ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે જ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાંય ટીમ ઇન્ડિયા પર પ્રેશર બનાવતાં વોર્નરની ગેરહાજરી ઓસ્ટ્રેલિયાને નડી શકે છે.

વોર્નર ભારત વિરૂદ્ધ મહત્ત્વનો ખેલાડી

વોર્નર ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી હતો. તેણે દેશ માટે કુલ 112 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 44.6 એવરેજથી 8786 રન બનાવ્યા છે. વોર્નરે ઘરઆંગણે 58 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 57.85ની એવરેજથી 5438 રન બનાવ્યા છે. જેમાં 20 સદી બનાવી છે. જેમાં બેસ્ટ સ્કોર 335 રન અણનમ રહ્યો છે. જે એડિલેડમાં પાકિસ્તાન વિરૂદ્ધ બનાવ્યો હતો. વોર્નર ઘરેલુ સીરિઝમાં ભારત વિરૂદ્ધ મહત્ત્વનો ખેલાડી સાબિત થયો હતો.

આ પણ વાંચોઃ BCCIએ 26 મેચોનું શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ભારતીય ટીમ કયા દેશ સામે કઈ તારીખે રમશે મેચ

ઓપનર તરીકે સ્મિથ સંપૂર્ણપણે ફ્લોપ

વોર્નરે સંન્યાસ લીધો ત્યારે સ્ટીવ સ્મિથ ઓપનિંગ મોરચો સંભાળી રહ્યો છે. તેણે 4 ટેસ્ટમાં ઓપનિંગ કરી છે. તે પહેલા ચોથા નંબરે રમવા આવતો હતો. સ્મિથે ટેસ્ટ કરિયરમાં 109 ટેસ્ટ મેચમાં કુલ 9685 રન બનાવ્યા છે. જેની એવરેજ 56.97 રહી છે. જો કે, ઓપનિંગમાં તે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે. ઓપનર તરીકે 8 મેચમાં 28.50ની એવરેજે 171 રન જ બનાવ્યા છે. બેસ્ટ સ્કોર અણનમ 91 રનનો રહ્યો છે.

વોર્નરને ભારતીય ટીમનો સારો એવો અનુભવ

વોર્નરને ભારતીય ટીમ વિરૂદ્ધ મેચ રમવાનો બહોળો અનુભવ છે. તેણે અત્યારસુધી ભારત સામે 21 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 31.23ની એવરેજે 1218 રન બનાવ્યા છે. ભારતીય ટીમ વિરૂદ્ધ વોર્નરે 4 સદી ફટકારી છે. ઘરઆંગણે જ 10 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 760 રન બનાવ્યા છે.

ભારત બનામ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ

તારીખમેચસ્થળ
22-26 નવેમ્બરપ્રથમ ટેસ્ટપર્થ
6-10 ડિસેમ્બરબીજી ટેસ્ટએડિલેડ
14-18 ડિસેમ્બરત્રીજી ટેસ્ટબ્રિસ્બેન
26-30 ડિસેમ્બરચોથી ટેસ્ટમેલબર્ન
3-7 જાન્યુઆરીપાંચમી ટેસ્ટસિડની

Google NewsGoogle News