Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, દિગ્ગજ ઓલરાઉન્ડરે અચાનક જાહેર કરી નિવૃત્તિ

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, દિગ્ગજ ઓલરાઉન્ડરે અચાનક જાહેર કરી નિવૃત્તિ 1 - image

Marcus Stoinis retires from ODI cricket : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્ટાર બેટર અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. સ્ટોઇનિસને ફેબ્રુઆરીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ટુર્નામેન્ટ શરુ થાય તે પહેલા જ તેણે વનડે ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં સ્ટોઇનિસ SA20 (sponsorship reasons)માં ડરબન સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે.   

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો

સ્ટોઇનિસે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરતા ઓસ્ટ્રેલિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ફેરફાર કરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી બધી ટીમો 12 ફેબ્રુઆરી સુધી ટીમમાં ફેરફાર કરી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ટુર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. 

શું કહ્યું માર્કસ સ્ટોઇનિસે?

સંન્યાસની જાહેરાત કરતા સ્ટોઇનિસે કહ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયા માટે વનડે ક્રિકેટ રમવું એ મારા માટે એક શાનદાર સફર રહી હતી. મેં લીલા અને ગોલ્ડન રંગની ઓસ્ટ્રેલિયન ટીમની જર્સી પહેરીને વિતાવેલા બધા ક્ષણ માટે આભારી છું. સર્વોચ્ચ સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરવું એ હું હંમેશા યાદ રાખીશ. આ નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. પરંતુ મને લાગે છે કે આ મારા માટે વનડેથી દૂર રહેવાનો અને મારી કારકિર્દીના આગામી પ્રકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો યોગ્ય સમય છે. રોન (ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમના કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ) સાથે મારા ખૂબ સારા સંબંધો છે અને મેં તેમના સમર્થનની પ્રશંસા કરી છે.' 

માર્કસ સ્ટોઇનિસની ક્રિકેટ કારકિર્દી

માર્કસ સ્ટોઇનિસની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે પોતાની કારકિર્દી દરમિયાન 71 વનડે મેચો રમી હતી. આ મેચમાં 64 ઇનિંગ્સમાં તેણે 26.69 સરેરાશથી 1495 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 146 રન રહ્યો હતો. આ સિવાય 64 ઇનિંગ્સમાં બોલિંગ કેરીને તેણે 43.12 સરેરશ સાથે 48 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા માટે વ્હાઈટ બોલ ક્રિકેટ રમનારો સ્ટોઇનિસ આગામી સમયમાં T20I ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, દિગ્ગજ ઓલરાઉન્ડરે અચાનક જાહેર કરી નિવૃત્તિ 2 - image



Google NewsGoogle News