Get The App

ઓસ્ટ્રેલિયાએ T20Iમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, IPL 2024ના સ્ટાર બેટર અને મિચેલની તોફાની બેટિંગ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયાએ T20Iમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, IPL 2024ના સ્ટાર બેટર અને મિચેલની તોફાની બેટિંગ 1 - image


Scotland vs Australia: ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટા પાવરપ્લે સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે પાવરપ્લેમાં 113/1નો સ્કોર કરીને આ ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

કાંગારૂ ટીમ તરફથી ટ્રેવિસ હેડની વિસ્ફોટક ફિફ્ટી અને મિશેલ માર્શની શાનદાર ઈનિંગ્સે આ ખાસ રેકોર્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડે આપેલા 155 રનના લક્ષ્યાંકને માત્ર 9.4 ઓવરમાં હાંસલ કરી લીધો અને મેચ 7 વિકેટે પોતાના નામે કરી લીધી હતી.

SCO vs AUS: ઓસ્ટ્રેલિયાએ T20Iમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડની ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ પ્રથમ સીરીઝ છે, જેમાં પ્રથમ T20 મેચમાં કાંગારૂ ટીમે ધમાકેદાર જીત નોંધાવી છે.

પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ સ્કોટલેન્ડના બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા અને બુધવારે એડિનબર્ગના ગ્રેન્જ ક્રિકેટ ક્લબમાં સ્કોટલેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત પાવર હિટિંગનું પ્રદર્શન કર્યું હતું. કાંગારૂ ટીમે પાવરપ્લેમાં 113/1નો સ્કોર કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં બનાવવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો જે તેણે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાવરપ્લેમાં 102 રન બનાવીને હાંસલ કર્યો હતો. પરંતુ ટ્રેવિસ-મિશેલની વિસ્ફોટક ઈનિંગ્સે આ રેકોર્ડ તોડી નાખ્યો.

ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી જીતી પ્રથમ T20 મેચ

પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 154 રન બનાવ્યા હતા અને રન ચેઝ કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. ઓપનર ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઈનિંગે બધાને ચોંકાવી દીધા હતા. તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે હવે T20Iમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા હાંસલ કરાયેલ સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી છે.

ટ્રેવિસે સ્કોટલેન્ડના બોલરોને ચોંકાવી દીધા હતા. તેણે માત્ર 25 બોલમાં 80 રનની ઈનિંગ રમી જેમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે. તેની વિસ્ફોટક ઈનિંગ્સમાં બ્રેડ વ્હીલ દ્વારા ફેંકવામાં આવેલી એક જ ઓવરમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. 


Google NewsGoogle News