ભારત સામે જીત બાદ નશામાં ચૂર થયા ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ, બ્યૂ વેબસ્ટરે કહ્યું- હજુ હેંગઓવર છે
Image: Facebook
Beau Webster: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ અને તેના ચાહકો માટે છેલ્લા અમુક દિવસ શાનદાર રહ્યાં છે. તેમણે ભારતીય ટીમને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3-1 થી હરાવી દીધા છે. ટીમ ઈન્ડિયા લગભગ 10 વર્ષ બાદ કાંગારુ ટીમથી કોઈ ટેસ્ટ સીરિઝ હારી છે. ભારતીય ટીમને હરાવીને ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પણ ક્વોલિફાય કરી ગઈ છે. સીરિઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે ખૂબ ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બીયર પીને પોતાની આ મોટી જીતને સેલિબ્રેટ કરી. ઓસ્ટ્રેલિયા માટે સિડની ટેસ્ટમાં મહત્ત્વનું યોગદાન આપનાર ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરે આ વાતની જાણકારી આપી.
વેબસ્ટરે જીતના આગામી દિવસે જણાવ્યું કે, 'આખી રાત મસ્તી થઈ. સેલિબ્રેશન સારું રહ્યું. અમે એસસીજી મેમ્બર્સ બારમાં બીયર પીધી. આ શાનદાર અઠવાડિયું રહ્યું અને એક સારી રાત સાથે ખતમ થયું. ટ્રેવ (ટ્રેવિસ હેડ) હંમેશા નાઈટ આઉટ પર જવા માટે રેડી રહે છે. મે અને તેણે ખૂબ બીયર પીધી. હજુ પણ હેંગ ઓવર છે, જેમ કે મને લાગે છે કે અમુક ખેલાડીઓને હશે. ટેસ્ટ જર્સીમાં બેસીને પોતાની સાથીઓ સાથે આખી રાત વાતો કરવી ખરેખર સારું રહ્યું. આ ખાસ હતું.'
આ પણ વાંચો: કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળતાં જ BCCIના નવા સેક્રેટરીનો કડક સંદેશ
સિડની ટેસ્ટમાં વિનિંગ રન બનાવવા પર શું કહ્યું બ્યૂ વેબસ્ટરે?
બ્યૂ વેબસ્ટરે કહ્યું, 'હું નક્કીરીતે હેડી (ટ્રેવિસ હેડ) ને (વિનિંગ રન બનાવવાનો) તક આપવાનો નહોતો. જ્યારે જીત માટે ચાર રન જોઈતાં હતાં અને એક બોલ બાકી હતો, તો મે કહ્યું, 'હું આઉટ થઈ રહ્યો છું કે આ શોટ બાઉન્ડ્રી પર જઈ રહ્યો છે.' તમને પોતાના દેશ માટે વિજયી રન બનાવવાની તક કેટલી વખત મળે છે તે પણ પાંચમી અને નિર્ણાટક ટેસ્ટમાં?' વોશિંગ્ટન સુંદરના બોલ પર ચોગ્ગા લગાવીને વેબસ્ટરે ઓસ્ટ્રેલિયાને સિડની ટેસ્ટ જીતાડી હતી.
મિચેલ માર્શના આઉટ ઓફ ફોર્મ થવાના કારણથી બ્યૂ વેબસ્ટરને અંતિમ ટેસ્ટમાં તક મળી. સિડની ટેસ્ટ બ્યૂ વેબસ્ટરની ડેબ્યૂ ટેસ્ટ હતી. તેણે મેચની પહેલી ઈનિંગમાં 105 બોલનો સામનો 57 રન બનાવીને કર્યો હતો અને ટીમ માટે ટોપ સ્કોરર રહ્યો હતો. બીજી ઈનિંગ્સમાં તે 34 બોલમાં 39 રન બનાવીને અજેય રહ્યો હતો.