Get The App

વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉડાવી ભારતની મજાક, IPL રમનારા મેક્સવેલ-કમિંસે પણ કરી કોમેન્ટ

ભારતને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉડાવી ભારતની મજાક, IPL રમનારા મેક્સવેલ-કમિંસે પણ કરી કોમેન્ટ 1 - image
Image:IANS

ODI World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે લીગ મેચ અને સેમિફાઈનલ એમ સતત 10 મેચ જીતી હતી. પરંતુ ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હાર પછી ઓસ્ટ્રેલિયાના કેટલાંક મીડિયા હાઉસે ભારતની મજાક ઉડાવી હતી. તેમાંથી એક ઓસ્ટ્રેલિયન મીડિયાના સોશ્યલ મીડિયા પેજ પર ભારતીય ખેલાડીઓ પ્રત્યે અપમાનજનક પોસ્ટ મૂકવામાં આવી છે, જેને ગ્લેન મેક્સવેલ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા લાઇક અને તેના પર કોમેન્ટ પણ કરવામાં આવી છે.

સોશ્યલ મીડિયા પર કરી અપમાનજનક પોસ્ટ

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, 'સાઉથ ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ 11 બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સોશ્યલ મીડિયા પોસ્ટનો અર્થ એ હતો કે સાઉથ ઓસ્ટ્રેલિયાના રહેવાસી ટ્રેવિસ હેડે ભારત સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સદી ફટકારીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી અને રોહિત શર્મા સહિત તેની ટીમ પાસે તેને રોકવાનો કોઈ રસ્તો નહોતો.

2-3 મહિના આ ખેલાડીઓ ભારતમાં જ પડ્યા રહે છે

ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા ભારતીય ખેલાડીઓ માટે કરવામાં આવેલી આ અપમાનજનક પોસ્ટ પર ગ્લેન મેક્સવેલે લાઈક કરી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ પોસ્ટ પર હસવાની ઈમોજીનું કોમેન્ટ કરી ભારતીય ટીમની મજાક ઉડાવી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના આ બને ખેલાડીઓ ભારતમાં દર વર્ષે યોજાનાર IPLમાં રમે છે. તેઓ ગત ઘણાં વર્ષોથી ઓછામાં ઓછા 2-3 મહિના ભારતમાં રહે છે. આ ખેલાડીઓને ભારતીય ક્રિકેટ ફેન્સ પણ ખુબ પ્રેમ કરે છે. પરંતુ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતના હાર્યા બાદ તેઓએ ભારતીય ક્રિકેટર્સની મજાક ઉડાવવાની ચાલુ કરી દીધી છે. 


Google NewsGoogle News