ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, નેધરલેન્ડને 90 રનમાં ઓલઆઉટ કરીને 309 રને હરાવ્યું
નેધરલેન્ડને જીત માટે 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો
જવાબમાં નેધરલેન્ડની ટીમ માત્ર 90 રન જ બનાવી શકી
આજે વર્લ્ડ કપ 2023 (world cup 2023)ની 24મી મેચ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ (Australia vs Netherlands) વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રને હરાવી દીધું છે. નેધરલેન્ડને 90 રનમાં ઓલઆઉટ કરી દીધું. બુધવારે, દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટ પર 399 રન બનાવ્યા. નેધરલેન્ડને જીત માટે 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ માત્ર 90 રન જ બનાવી શકી.
વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી મોટી જીત
ઓસ્ટ્રેલિયા ટીમે આજે ઈતિહાસ રચી દીધો છે. આ મોટા અંતરની જીત એ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી મોટી જીત છે. આ પહેલા પણ વર્લ્ડ કપ ઈતિહાસમાં રનોના મામલે સૌથી મોટી જીતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે જ દાખલ હતો, જેમણે માર્ચ 2015માં અફઘાનિસ્તાનને 275 રને હરાવી દીધું હતું. ત્યારબાદ મોટી જીત ભારતના નામે છે, જેમણે માર્ચ 2007માં બરમૂડાને 257 રને હરાવ્યું હતું.
વનડે ક્રિકેટમાં રનોના હિસાબથી સૌથી મોટી જીત
- 317 - ભારત vs શ્રીલંકા, 2023
- 309 - ઓસ્ટ્રેલિયા vs નેધરલેન્ડ, 2023
- 304 - જિમ્બાબ્વે vs યૂએઈ, 2023
- 290 - ન્યૂઝીલેન્ડ vs આયરલેન્ડ, 2008
- 275 - ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન, 2015 (વર્લ્ડ કપ)
Australia register the largest victory by runs in the history of the @cricketworldcup 🙌#AUSvNED | #CWC23 | 📝: https://t.co/0yVJkpO6XJ pic.twitter.com/aV6jXH68Qk
— ICC (@ICC) October 25, 2023
ગ્લેન મેક્સવેલે રચ્યો મોટો ઈતિહાસ
આ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે મોટો ઈતિહાસ રચી દીધો છે. તેમણે વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી ફાસ્ટ સદી ફટકારી દીધી છે. તેમણે 40 બોલમાં સદી બનાવી. છઠ્ઠા નંબર પર ઉતરેલા મેક્સવેલે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા લગાવીને 106 રનની ઈનિંગ રમી. મેક્સવેલે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડેન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 49 બોલમાં સદી ફટકારી. માર્કરામે આ સદી હાલની વર્લ્ડકપમાં શ્રીલંકા સામે બનાવી હતી.
વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ખેલાડી
- 40 - ગ્લેન મેક્સવેલ - 2023 (દિલ્હી)
- 49 - એડેન માર્કરામ - 2023 (દિલ્હી)
- 50 - કેવિન ઑ'બ્રાયન - 2011 (બેંગાલુરુ)
- 51 - ગ્લેન મેક્સવેલ - 2015 (સિડની)
- 52 - એબી ડિવિલિયર્સ - 2015 (સિડની)