ICC ટુર્નામેન્ટનું કિંગ બન્યું ઓસ્ટ્રેલિયા, અંડર-19 વર્લ્ડકપ જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અંડર-19 વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
ICC ટુર્નામેન્ટનું કિંગ બન્યું ઓસ્ટ્રેલિયા, અંડર-19 વર્લ્ડકપ જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 1 - image
Image:Twitter

Australia Won Back to Back 4 ICC Events : ઓસ્ટ્રેલિયાની ટીમ માટે છેલ્લા 12 મહિના શાનદાર રહ્યા છે. પછી તે ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ હોય, સિનિયર મેન્સ ટીમ હોય કે અંડર-19 ટીમ, છેલ્લા એક વર્ષમાં દરેકે અદ્ભુત પ્રદર્શન કર્યું છે. ICC ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનો વર્ચસ્વ જોવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 11 ગઈકાલે અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા સતત ચાર ICC ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ દેશ બની ગયો છે.

મહિલા ટીમે T20 World Cup જીત્યો

ઓસ્ટ્રેલિયાને પ્રથમ ICC ખિતાબ વિમેન્સ ટીમે T20 World Cup 2023માં જીતાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમે 26 ફેબ્રુઆરી, 2023ના રોજ ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકન વિમેન્સ ક્રિકેટ ટીમને 19 રનથી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

WTC ફાઈનલમાં ભારતને હરાવ્યું

T20 World Cup બાદ ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું હતું. આ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું હતું. આ ઓસ્ટ્રેલિયાની સતત બીજી ICC ટુર્નામેન્ટ જીત હતી.

ODI World Cup જીતી લગાવી હેટ્રિક

ICC ટુર્નામેન્ટ જીતવાનો ઓસ્ટ્રેલિયાનો સિલસિલો ODI World Cup 2023માં પણ ચાલુ રહ્યો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમે ફરી એકવાર ભારતીય ટીમને હરાવ્યું હતું. આ રોમાંચક ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવી હતી અને ICC ટુર્નામેન્ટની જીતની હેટ્રિક લગાવી હતી.

સતત ચાર ICC ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ટીમ બની ઓસ્ટ્રેલિયા

વિમેન્સ અને સિનિયર મેન્સ ઓસ્ટ્રેલિયન ટીમની જેમ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમે પણ તાકાત બતાવી હતી. અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. આ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 79 રને જીત મેળવી અને સતત ચોથી ICC ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ ટાઈટલ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ક્રિકેટ ઈતિહાસમાં સતત ચાર ICC ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

ICC ટુર્નામેન્ટનું કિંગ બન્યું ઓસ્ટ્રેલિયા, અંડર-19 વર્લ્ડકપ જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News