World Cup 2023 : શાહીને કરી શાહિદની બરાબરી, આવુ કરનાર પહેલો પાકિસ્તાની ફાસ્ટ બોલર બન્યો

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની 62 રને હાર

બેન્ગલુરુંની સપાટ પિચ પર 5 વિકેટ ઝડપી શાહીને શાનદાર પ્રદર્શન કર્યું હતું

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : શાહીને કરી શાહિદની બરાબરી, આવુ કરનાર પહેલો પાકિસ્તાની ફાસ્ટ બોલર બન્યો 1 - image
Image:File Photo

World Cup 2023 AUS vs PAK : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ODI World Cup 2023માં ગઈકાલે 18મી મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું હતું. ગઈકાલે રમાયેલી મેચમાં પાકિસ્તાન ભલે હારી ગયું હોય પરંતુ શાહીન આફ્રિદીએ જબરદસ્ત બોલિંગ કરી હતી. બેન્ગલુરુંની સપાટ પિચ પર 5 વિકેટ ઝડપી શાહીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

શાહીન આફ્રિદી 5 વિકેટ લેનાર પ્રથમ પાકિસ્તાની ફાસ્ટ બોલર બન્યો 

પાકિસ્તાન તરફથી ODI World Cup(Shaheen Afridi became the first Pakistan fast bowler to take 5 wickets twice in ODI World Cup)માં બે વખત 5 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. આ સાથે જ તે ODI World Cupમાં 5 વિકેટ લેનાર બોજી પાકિસ્તાની બોલર બની ગયો છે. શાહીન પહેલા શાહિદ આફ્રિદીએ ODI World Cup 2011માં કેન્યા અને કેનેડા સામે 5 વિકેટ ઝડપી હતી. શાહીને પ્રથમ વખત ODI World Cup 2019માં બાંગ્લાદેશ સામે 5 વિકેટ ઝડપી હતી.

સ્ટાર્કની કરી બરાબરી

શાહીન તેની પ્રથમ 48 વનડે મેચો બાદ 95 વિકેટ લેવામાં સફળ થયો છે. આવું કરીને તેણે મિચેલ સ્ટાર્કેની બરાબરી કરી લીધી છે. સ્ટાર્કે પણ તેની પ્રથમ 48 વનડે મેચોમાં 95 વિકેટ લીધી હતી. જયારે ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઈરફાન પઠાને તેના કરિયરમાં પ્રથમ 48 મેચમાં 79 વિકેટ લીધી હતી. શાહીને આ મામલે ઇરફાન પઠાનને પાછળ છોડી દીધો છે.

ODI World Cupમાં 5 વિકેટ લેનાર પાકિસ્તાની ફાસ્ટ બોલર

વસીમ અકરમ - ODI World Cup 2003 vs નામિબિયા, 28 રન આપીને 5 વિકેટ લીધી

વહાબ રિયાઝ - ODI World Cup 2001 vs ભારત, 46 રન આપીને 5 વિકેટ લીધી

સોહેલ ખાન - ODI World Cup 2015vs ભારત, 55 રન આપીને 5 વિકેટ લીધી

મોહમ્મદ આમિર - ODI World Cup 2019 vs ઓસ્ટ્રેલિયા, 30 રન આપીને 5 વિકેટ લીધી

શાહીન આફ્રિદી - ODI World Cup 2019 vs બાંગ્લાદેશ, 35 રન આપીને 6 વિકેટ લીધી

શાહીન આફ્રિદી - ODI World Cup 2023 vs ઓસ્ટ્રેલિયા, 54 રન આપીને 5 વિકેટ લીધી

World Cup 2023 : શાહીને કરી શાહિદની બરાબરી, આવુ કરનાર પહેલો પાકિસ્તાની ફાસ્ટ બોલર બન્યો 2 - image


Google NewsGoogle News