Get The App

VIDEO : છેલ્લી મેચ પહેલા આ ખેલાડીની ટેસ્ટ કેપ થઇ ચોરી, ભાવુક થઈ લોકોને કરી ખાસ અપીલ

ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા દિવસે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી

સિડનીમાં વોર્નર તેના ટેસ્ટ કરિયરની અંતિમ મેચ રમશે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
VIDEO : છેલ્લી મેચ પહેલા આ ખેલાડીની  ટેસ્ટ કેપ થઇ ચોરી, ભાવુક થઈ લોકોને કરી ખાસ અપીલ 1 - image
Image:File Photo

David Warner Loses Baggy Green Cap : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર સિડનીના મેદાનમાં તેના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ રમશે. અંતિમ ટેસ્ટ મેચ પહેલા વોર્નરને મોટો ઝટકો લાગ્યો છે. વોર્નરની ટેસ્ટ કેપ ‘બેગી ગ્રીન’ ચોરી થઇ ગઈ છે. વોર્નરે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરી લોકોને કેપ પરત કરવા અપીલ કરી છે. વોર્નરની સામાનથી ભરેલી બેગ ગુમ થઈ ગઈ છે જેમાં તેની ટેસ્ટ કેપ 'બેગી ગ્રીન' પણ હતી.

‘મને આશા છે કે મારી ટેસ્ટ કેપ મને પરત કરવામાં આવશે’

વોર્નરે વીડિયો શેર કરીને કહ્યું, ‘દુર્ભાગ્યવશ આ કરવું મારા માટે છેલ્લો ઉપાય છે. દુર્ભાગ્યવશ કોઈએ સામાનમાંથી મારી બેગ કાઢી છે, જેમાં મારી કેપ અને મારા બાળકો માટે ગિફ્ટ હતી. આ મારા માટે લાગણીશીલ છે, આ કંઈક એવું છે જે મને ફરી મારા હાથમાં પાછું લેવું ગમશે. તમને કોઈ મુશ્કેલી નહીં પડે, જો તમે મારી કેપ પરત કરો તો મને આ બેગ તમને આપવામાં આનંદ થશે. વોર્નરે એમ પણ કહ્યું કે બેકપેક જેમાં બે બેગી ગ્રીન કેપ્સ હતી તે પરત કરવામાં આવશે, મને તેની આશા છે.’

વોર્નરે ગઈકાલે કરી હતી મોટી જાહેરાત

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા દિવસે વનડે ક્રિકેટથી સન્યાસનો એલાન કર્યો હતો. જણાવી દઈએ કે વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. હવે વોર્નરના વનડે ક્રિકેટમાંથી નિવૃત્ત થવાના નિર્ણયે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધા હતા.

VIDEO : છેલ્લી મેચ પહેલા આ ખેલાડીની  ટેસ્ટ કેપ થઇ ચોરી, ભાવુક થઈ લોકોને કરી ખાસ અપીલ 2 - image


Google NewsGoogle News