AUS vs PAK : ઉસ્માન ખ્વાજા-ICC ફરી સામસામે, ઓસ્ટ્રેલિયન ઓપનર શૂઝ-બેટ પર નહીં લગાવી શકે આ ખાસ સ્ટીકર
બ્લેક ડવ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાનું પ્રતીક છે
Image:Social Media |
Usman Khawaja Displaying Dove Sticker On Bat And Shoes : આજે ઓસ્ટ્રેલિયાના ટ્રેનિંગ સેશન દરમિયાન ઉસ્માન ખ્વાજા તેના બેટ અને શુઝ પર શાંતિનું પ્રતિક ગણાતા 'બ્લેક ડવ'ના સ્ટીકર સાથે મેદાન પર ઊતર્યો હતો. પેલેસ્ટાઇન સહિત ઘણી જુદી-જુદી સંસ્કૃતિયોમાં બ્લેક ડવને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. ICC દ્વારા ખ્વાજાને આ સ્ટીકરના ઉપયોગની અનુમતિ આપવામાં આવી નથી.
ICCએ ફગાવી અરજી
હવે ખ્વાજા બોક્સિંગ ડે પર પાકિસ્તાન સામે મેલબર્નમાં શુઝ અને બેટ પર સ્ટીકર લગાવીને રમી શકશે નહીં. અગાઉ તેના શુઝ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જયારે હાથ પર કાળી પટ્ટી પહેરીને પ્રથમ મેચમાં રમવા બદલ તેણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ICCના પ્રતિબંધના કારણે ઉસ્માન ખ્વાજા પર્થ ટેસ્ટમાં તેના શુઝ પહેરીને રમી શક્યો ન હતો. ખ્વાજાના સ્ટીકર લગાવવાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિયેશનને વાંધો ન હતો. પરંતુ આજે સવારે ICCએ તેની અરજી ફગાવી દીધી હતી.
બ્લેક ડવ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાનું પ્રતીક
ઉસ્માન ખ્વાજા MCG નેટ પર બેટ અને શુઝ પર બ્લેક ડવના સ્ટીકરો લગાવીને ટ્રેનિંગ કરી રહ્યો હતો. આ સ્ટીકર માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાનું પ્રતીક છે. જે મુજબ બધા મનુષ્યો સ્વતંત્ર જન્મે છે અને તેમનું ગૌરવ અને અધિકારોમાં સમાન અધિકાર છે. તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને ભાઈચારાની ભાવનાથી એકબીજા સાથે કામ કરવું જોઈએ.