World Cup 2023 : સ્ટેડિયમમાં લાઈટ શો પર ભડક્યો મેકસવેલ, ક્રિકેટરો માટે ખુબ જ ભયંકર ગણાવ્યું

ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 309 રનથી જીત મેળવી હતી

ગ્લેન મેક્સવેલે આ મેચમાં ODI World Cupના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : સ્ટેડિયમમાં લાઈટ શો પર ભડક્યો મેકસવેલ, ક્રિકેટરો માટે ખુબ જ ભયંકર ગણાવ્યું 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs NED : ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 309 રનથી જીત મેળવી હતી. ગ્લેન મેક્સવેલે આ મેચમાં ODI World Cupના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. મેક્સવેલે 40 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. પરંતુ મેચ સમાપ્ત થયા બાદ તે નારાજ જોવા મળ્યો હતો. તેણે અરુણ જેટલી સ્ટેડિયમ(Glenn Maxwell Angry On Light Show In Delhi Stadium)માં આયોજિત લાઈટ શોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

લાઈટ શોને લઈને ભડક્યો મેકસવેલ

મેક્સવેલે સ્ટેડિયમમાં આયોજિત લાઈટ શો અંગે કહ્યું હતું કે, 'ક્રિકેટરો માટે આ ખૂબ જ ભયંકર છે. આ ચાહકો માટે સારું હોઈ શકે છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં.' મેકસવેલનું કહેવું હતું કે લાઈટ શોના કારણે તેને ઘણી મુશ્કેલીઓ થઇ હતી. તેણે કહ્યું, 'આ કારણે મારું માથું દુખવા લાગ્યું. આંખોને એડજસ્ટ કરવામાં પણ સમય લાગી રહ્યો હતો. મને લાગે છે કે આ ક્રિકેટરો માટે ખૂબ જ મૂર્ખતાપૂર્ણ હતું. હું મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે તદ્દન ભયંકર હતું. આ ચાહકો માટે ઘણું સારું છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં.'

ડેવિડ વોર્નરે કર્યો બચાવ

મેકસવેલના નિવેદન પર ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ડેવિડ વોર્નરે પ્રતિક્રિયા આપી છે. વોર્નરે બચાવ કરતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(ટ્વિટર) પર લખ્યું, 'મને લાઈટ શો ખૂબ ગમ્યો. કેવું શાનદાર વાતાવરણ હતું. આ બધું માત્ર ચાહકો માટે હતું. તમારા બધા વિના અમે તે કરી શકતા નથી જે અમને પસંદ છે.'

World Cup 2023 : સ્ટેડિયમમાં લાઈટ શો પર ભડક્યો મેકસવેલ, ક્રિકેટરો માટે ખુબ જ ભયંકર ગણાવ્યું 2 - image


Google NewsGoogle News