Get The App

પેટ કમિન્સેે હેટ્રિક ઝડપી, સુપર-8માં ઓસ્ટ્રેલિયાની જીત, ડકવર્થ લુઈસ નિયમ બાંગ્લાદેશને ભારે પડ્યો

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Australia's Pat Cummins celebrates with teammates after taking a wicket during the ICC Men's T20 World Cup


AUS vs BAN T20 World Cup| T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 ટીમો વચ્ચે સેમિફાઈનલ પહોંચવા માટેની રેસ શરૂ થઇ ગઈ છે. ત્યારે 44મી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. સતત વરસાદને કારણે મેચ વારંવાર અટકાવવી પડી હતી જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને થયો. બાંગ્લાદેશને ડકવર્થ-લુઈસ નિયમ નડી ગયો. અમ્પાયરોએ વરસાદના વિઘ્ન વચ્ચે ડકવર્થ લુઈસના નિયમના આધારે 28 રનથી ઓસ્ટ્રેલિયાને વિજેતા જાહેર કરી હતી. 

ટોસમાં પણ વિલંબ થયો હતો 

વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો અને જ્યારે મેચ શરૂ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન સતત વરસાદ નડ્યો હતો. એક સમયે  6.2 ઓવર સુધી ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરી હતી. ત્યારપછી ટ્રેવિસ હેડ 31 રન બનાવીને આઉટ થયો હતો અને મિશેલ માર્શ 1 રન બનાવીને આઉટ થયો હતો.

વોર્નરે અડધી સદી ફટકારી 

બીજા છેડે ડેવિડ વોર્નરે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું અને 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 સુધી પહોંચ્યો ત્યારે ફરીથી વરસાદ પડ્યો અને મેચ આખરે આગળ ન વધી શકી. ડકવર્થ-લુઈસ નિયમના આધારે અમ્પાયરોએ ઓસ્ટ્રેલિયાને વિજેતા જાહેર કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 11.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા હતા.

પેટ કમિન્સે રચ્યો ઈતિહાસ 

આ પહેલા પેટ કમિન્સે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ હેટ્રિક લઈને બાંગ્લાદેશની બેટિંગ લાઈન વેર વિખેર કરી નાખી હતી. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરથી જ વિકેટો પડવા લાગી. જ્યારે કેપ્ટન નઝમુલ હસન શાંતો (41) અને લિટન દાસ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ ત્યારે એવું લાગતું હતું કે બાંગ્લાદેશે મેચમાં વાપસી કરી છે પરંતુ મેક્સવેલ અને એડમ ઝમ્પાએ એક પછી એક બે વિકેટ ઝડપીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધી હતી. અંતે તૌહીદ હૃદયે 40 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાકીનું કામ પેટ કમિન્સે પૂરું કર્યું. 18મી ઓવરમાં સતત બે વિકેટ લઈને અને પછી 20મી ઓવરના પહેલા બોલ પર તૌહીદની વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટે 140 રન બનાવ્યા હતા.

પેટ કમિન્સેે હેટ્રિક ઝડપી, સુપર-8માં ઓસ્ટ્રેલિયાની જીત, ડકવર્થ લુઈસ નિયમ બાંગ્લાદેશને ભારે પડ્યો 2 - image


Google NewsGoogle News