એથ્લીટ ગેબ્રિયેલા થોમસની ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રકની હેટ્રિક
અમેરિકાની એથ્લીટ ગેબ્રિયેલા થોમસે પેરિસ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવાની હેટ્રિક સર્જતાં રેકોર્ડ બુકમાં અમીટ સ્થાન હાંસલ કરી લીધું હતુ. ૨૮ વર્ષની ગેબ્રિયેલાએ ૨૦૦ મીટરની દોડમાં ૨૧.૮૩ સેકન્ડના સમય સાથે સુવર્ણચંદ્રક જીતવાનું ત્રણ વર્ષ પહેલા અધુરું રહેલું સ્વપ્ન પુરુ કર્યું હતુ. આ ઉપરાંત તે અમેરિકાની ૪ બાય ૧૦૦ અને ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં સુવર્ણચંદ્રક જીતનારી ટીમમાં પણ સામેલ હતી.