mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Asian Wrestling Championships: રવિ દહિયાએ લગાવી ગોલ્ડની હેટ્રીક

Updated: Apr 23rd, 2022

 Asian Wrestling Championships: રવિ દહિયાએ લગાવી ગોલ્ડની હેટ્રીક 1 - image

નવી દિલ્હી, 23 એપ્રિલ 2022, શનિવાર

ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ એશિયન ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જારી રાખ્યો હતો. ભારતીય રેસલરે 57 કિગ્રા વજન વર્ગમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. રવિ કુમાર એશિયન ચેમ્પિયનશિપમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની ગયો છે. રવિ કુમાર દહિયાએ 2020માં દિલ્હીમાં અને ગયા વર્ષે અલ્માટીમાં પણ ગોલ્ડ જીત્યો હતો.આ પહેલા અન્ય કોઈ ભારતીય રેસલર આ સિદ્ધિ પોતાના નામે કરી શક્યા નથી.

ટોક્યો ઓલમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા બજરંગ પુનિયા 65 કિગ્રા ફાઇનલમાં ઇરાનના રહમાન મૌસા અજોમદખલીલીને 1-3 થી હરાવ્યા હતા.

70 કિગ્રા કાંસ્ય પદક પ્લેઓફમાં પણ નવીને સ્થાનિય કુસ્તીબાજ તુમુઉલેન એનખતુયા વિરુદ્વ 4-0 થી લીડ મેળવી અને મેચને સમાપ્ત કરવા માટે પ્રથમ રાઉન્ડમાં જ મોંગોલિયનને પિન કર્યું.

રવિ દહિયાની મેચ વિશે વાત કરીએ તો, ક્લજાન ટેક ડાઉન' કરતા આગળ થઇ ગયો હતો, અને લાંબા સમય સુધી તેમણે ભારતીય કુસ્તીબાજને કોઈ પોઈન્ટ લેવા ન દીધા. પરંતુ તેની શૈલીને ધ્યાનમાં રાખીને, રવિએ તેની ટેકનિકલ શ્રેષ્ઠતાને કારણે મેચમાં વર્ચસ્વ જમાવવાનું શરૂ કર્યું.

તેમણે આ સમયગાળા દરમિયાન સતત છ 'ટુ-પોઇન્ટર્સ' બનાવ્યા અને પોતાને લેફ્ટ લેગ એટેકથી પણ બચાવ્યો,  જેના કારણે બીજા સમયગાળામાં મેચ વહેલી સમાપ્ત થઈ અને ભારતે આ વર્ષે ટુર્નામેન્ટનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો.

Gujarat