Asian Para Games 2023 : ભારતની બીજા દિવસે ગોલ્ડન શરૂઆત, પ્રાચી યાદવે અપાવ્યો ગોલ્ડ મેડલ

પ્રાચી યાદવે હાંગઝોઉમાં મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ભારતને સુવર્ણ શરૂઆત અપાવી હતી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
Asian Para Games 2023 : ભારતની બીજા દિવસે ગોલ્ડન શરૂઆત, પ્રાચી યાદવે અપાવ્યો ગોલ્ડ મેડલ 1 - image
Image:Twitter

Asian Para Games 2023 : એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એશિયન પેરા ગેમ્સ 2023ના બીજા દિવસે પ્રાચી યાદવે ગોલ્ડ મેડલ સાથે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ ઉપરાંત પ્રાચીના પતિ મનીષ કૌરવે પણ દેશ માટે મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે હાંગઝોઉમાં મહિલા પેરા કેનો KL2 ઈવેન્ટ જીતીને ભારતને સુવર્ણ શરૂઆત અપાવી હતી. પ્રાચીના પતિ મનીષ કૌરવે પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

દીપ્તિ જીવનજીએ બનાવ્યો રેકોર્ડ

ભારત તરફથી સિમરન વત્સે મહિલાઓની 100 મીટર T12 ઇવેન્ટમાં 12.68નો સમય લેતા સિલ્વર મેડલ જીત્યો હતો. જયારે દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 ઇવેન્ટમાં 56.69નો સમય લેતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ દીપ્તિએ નવો એશિયન પેરા રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ભારત 22 મેડલ સાથે ચોથા નંબરે 

એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતના મેડલની સંખ્યા 22 થઇ ગઈ છે. જેમાં 8 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે. ચીન 40 ગોલ્ડ, 36 સિલ્વર અને 29 બ્રોન્ઝ આમ કુલ 105 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ઈરાને અત્યાર સુધીમાં 27 મેડલ જીત્યા છે જેમાં 10 ગોલ્ડ, 10 સિલ્વર અને 7 બ્રોન્ઝ સામેલ છે. તે બીજા નંબરે છે.

Asian Para Games 2023 : ભારતની બીજા દિવસે ગોલ્ડન શરૂઆત, પ્રાચી યાદવે અપાવ્યો ગોલ્ડ મેડલ 2 - image


Google NewsGoogle News