Asian Para Games 2023 : સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ

ભારતના ખાતામાં અત્યાર સુધી 46 મેડલ આવી ચુક્યા છે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
Asian Para Games 2023 : સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ 1 - image
Image:Twitter

Asian Para Games 2023 : એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતના સુમિત અંતિલે ઈતિહાસ રચ્યો હતો. સુમિતે એશિયન પેરા ગેમ્સના વિશ્વ અને એશિયન રેકોર્ડ(Sumit Antil breaks world record)ને તોડીને 73.29 મીટરના થ્રો સાથે નવા રેકોર્ડ બનાવ્યા હતા. ભારતના હેને પણ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હેને એશિયન પેરા ગેમ્સ 2023માં જેવલિન થ્રો F37 ઈવેન્ટમાં 55.97 મીટરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

સુમિત અંતિલે જીત્યો ગોલ્ડ મેડલ

સુમિત અંતિલ અને પુષ્પેન્દ્ર સિંહે મેન્સ જેવલિન થ્રોની F 64 ઇવેનાની ફાઈનલમાં અનુક્રમે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રીલંકાના અરાચિગે સમિથાએ 62.42 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતના ખાતામાં 46 મેડલ

ભારતના ખાતામાં અત્યાર સુધી 46 મેડલ આવી ચુક્યા છે, જેમાં 11 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જો કે ભારત મેડલ ટેલીમાં એક સ્થાન નીચે આવી ગયું છે. ભારત મેડલ ટેલીમાં હાલ પાંચમા સ્થાને છે. ચીન પ્રથમ સ્થાને છે જયારે ઈરાન બીજા, જાપાન ત્રીજા અને ઉઝબેકિસ્તાન ચોથા સ્થાને છે.

Asian Para Games 2023 : સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ 2 - image


Google NewsGoogle News