Asian Para Games 2023 : એશિયન પેરા ગેમ્સમાં ભારતની સિલ્વર મેડલ સાથે શરૂઆત, શૈલેશ અને પ્રણવે અપાવ્યા 2 ગોલ્ડ

એશિયન પેરા ગેમ્સ 2023માં 54 ભારતીય એથ્લીટોએ ભાગ લીધો છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
Asian Para Games 2023 : એશિયન પેરા ગેમ્સમાં ભારતની સિલ્વર મેડલ સાથે શરૂઆત, શૈલેશ અને પ્રણવે અપાવ્યા 2 ગોલ્ડ 1 - image
Image:Twitter

Asian Para Games 2023 : એશિયન પેરા ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉમાં શરૂ થઈ ગઈ છે અને ભારતે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતની પ્રાચી યાદવે મહિલા VL2 કેટેગરીની કેનોઇંગમાં પ્રથમ મેડલ જીત્યો હતો. પ્રાચી યાદવે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારત(India Won Gold Medal In Asian Para Games 2023)ના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ પણ આવી ગયો છે. શૈલેષ કુમારે ભારતને હાઈ ઝમ્પમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ભારતના ખાતામાં 2 ગોલ્ડ

શૈલેશ કુમારે પુરુષોની હાઈ ઝમ્પની T63 કેટેગરી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં મરિયપ્પન થન્ગાવેલુને સિલ્વર મેડલ મળ્યો હતો. આ ઉપરાંત મેન્સ ક્લબ થ્રો F-51 કેટેગરીમાં ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પ્રણવ સૂરમાને ગોલ્ડ મેડલ, ધરમબીરને સિલ્વર મેડલ અને અમિત સરોહાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ભારતનો લક્ષ્ય 100 મેડલ 

ભારતનો એશિયન પેરા ગેમ્સ 2023માં પણ 100 મેડલ જીતવાનું લક્ષ્ય રહેશે, કારણ કે એશિયન પેરા ગેમ્સ 2018માં ભારતે કુલ 72 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આ વખતે એશિયન પેરા ગેમ્સ 2023માં 54 ભારતીય એથ્લીટમાંથી 51 એવા છે જેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો.

Asian Para Games 2023 : એશિયન પેરા ગેમ્સમાં ભારતની સિલ્વર મેડલ સાથે શરૂઆત, શૈલેશ અને પ્રણવે અપાવ્યા 2 ગોલ્ડ 2 - image


Google NewsGoogle News