ટ્રાયલ વગર એશિયન ગેમ્સમાં એન્ટ્રી મેળવેલ બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, ગોલ્ડ જીતવાનું સપનું તૂટ્યું

બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી જવાના કારણે ગોલ્ડ નહીં જીતી શકે

બજરંગ પુનિયા પુર્વ વિશ્વ ચેમ્પિયન ઈરાનના પહેલવાન સામે 1-8 થી હારી ગયો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ટ્રાયલ વગર એશિયન ગેમ્સમાં એન્ટ્રી મેળવેલ બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, ગોલ્ડ જીતવાનું સપનું તૂટ્યું 1 - image
Image Twitter 

તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર 

Asian Games 2023:  એશિયન ગેમ્સ 2023 નો 13મો દિવસ ચાલી રહ્યો છે. ગેમ્સ ચીનના હાંગઝોઉ (Hangzhou) શહેરમાં રમાઈ રહી છે. આ વખતે ભારતે વિવિધ રમતોમાં ઐતિહાસિક પ્રદર્શન બતાવ્યું છે. અત્યાર સુધીની કોઈ પણ એશિયાઈ રમતોમાં ભારતે સૌથી વધારે મેડલ જીતવામા રેકોર્ડ બનાવ્યો છે. ભારત હજુ અન્ય કેટલીક રમતોમાં મેડલ જીતી શકે તેવી આશાઓ છે. 

બજરંગ પુનિયા પુર્વ વિશ્વ ચેમ્પિયન ઈરાનના પહેલવાન સામે 1-8 થી હારી ગયો 

બજરંગ પુનિયા સેમીફાઈનલમાં પુર્વ વિશ્વ ચેમ્પિયન ઈરાનના પહેલવાન અમઝદ ખલીલી રહમાન  (AMOUZADKHALILI Rahman)થી 1-8 થી હારી ગયો હતો. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. બજરંગ બ્રોન્ઝ પદક માટે કદાચ જાપાનના કાઈકી યામાગુચી (Kaiki Yamaguchi) સાથે રમશે. તો આજે બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી જવાના કારણે ગોલ્ડ નહીં જીતી શકે હવે તે બ્રોન્ઝ પદક માટે રમશે.  

ભારતને કબડ્ડીમાં એક મેડલ પાક્કુ કર્યું

એશિયન ગેમ્સનો આજે 13 દિવસ ચાલી રહ્યો છે. ચીનના હાંગઝોઉ શહેરમાં આ એશિયન ગેમ્સ રમાઈ રહી છે. ભારતે પાકિસ્તાનને પુરુષ કબડ્ડીમાં એશિયન ગેમ્સમાં સેમીફાઈનલમાં 61-64 થી હરાવ્યું છે. હવે ભારતને કબડ્ડીમાં પણ એક મેડલ પાક્કુ કરી લીધુ છે. તો આ બાજુ આજે ક્રિકેટમાં સૌથી પહેલી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં પહોચી ગયું છે. આ રીતે તેણે ફરી એક સિલ્વર મેડલ ફાઈનલ કરી દીધુ છે. 

ટ્રાયલ વગર એશિયન ગેમ્સમાં એન્ટ્રી મેળવેલ બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, ગોલ્ડ જીતવાનું સપનું તૂટ્યું 2 - image



Google NewsGoogle News